![]()
14 દિવસ પહેલા સમા હરણી લિંક રોડ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી એક ડિકમ્પોઝ બોડી મળી આવી હતી. પી.એમ. દરમિયાન અજાણ્યા વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા સમા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
થોડા દિવસો અગાઉ સમા વિસ્તારમાંથી એક મહિલા ગૂમ થઇ હતી. જેની શોધખોળ કરતા પરિવારજનોને આજે સમા હરણી લિંક રોડ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક ડેડબોડી દેખાઇ હતી. જેથી, તેમણે સ્થાનિક કોર્પોેરેટરને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટેરે ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફે ઘટના સ્થળે જઇ ડેડબોડી બહાર કાઢી સમા પોલીસને જાણ કરી હતી. ડેડબોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હતી કે, તેની ઓળખ શક્ય નહતી. પોલીસે ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પી.એમ. રિપોર્ટ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, મૃતક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઇ હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધી હતી.










