![]()
પોલીસથી બચવા માટે ધમ પછાડા કરતા અછોડા તોડોના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને ટૂંકા સમયમાં જ ઝડપાઈ ગયા હતા.
દિલ્હીમાં સંખ્યાબંધ ગુનાઓ આચારનાર બે ગુનેગારો પોલીસથી બચવા માટે અછોડા તોડવા ટ્રેનમાં વડોદરા આવતા હતા. સયાજીગંજ વિસ્તારના ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ તેઓ મોટરસાયકલ ચોરી કરવા નીકળતા હતા. ચોરી કરેલી મોટરસાયકલ પર મહિલાના અછોડા તોડી બંને જણા આસાનીથી ટ્રેનમાં ભાગી છુટતા હતા.
ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વારસીયા રીંગ રોડ ઉપરથી મોટરસાયકલ ચલાવતા દિનેશ ઉર્ફે ડબ્બુ કમલ પ્રકાશ નાયક અને તેની પાછળ બેઠેલા માનસિંગ ઉર્ફે મનનું ચંદ્રિકા સિંગ (બંને રહે નોર્થ ઈસ્ટ, દિલ્હી) ને ઝડપી પાડી સોનાની એક ચેન તેમજ સોનાનો એક ટુકડો કબજે કર્યા હતા. તપાસ દરમિયાન તેમણે વારસિયા તેમજ વાઘોડિયા રોડ કલાદર્શન ખાતે બે મહિલાના અછોડા લૂંટ્યા હોવાની વિગતો બહાર આવી હતી.
વડોદરા પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક કરતા માનસિંગ સામે અછોડા તોડ તેમાંજ રિવોલ્વરના 29 ગુના તેમજ દિનેશ સામે હત્યાનો પ્રયાસ તેમજ રિવોલ્વર રાખવાના બે ગુના નોંધાયા હોવાની વિગતો બહાર આવી હતી.










