gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા…’PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
‘પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા…’PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Again Slams Nehru: નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની સંસદીય દળની બેઠકને સંબોધિત કરતાં ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપો કર્યા છે. આ બેઠકમાં એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને તેમને સન્માનિત પણ કર્યા હતા. સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સીપી રાધાકૃષ્ણને સાંસદો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન મોદીએ આક્રમક નિવેદન આપ્યું હતું.

નેહરૂ પર કર્યા પ્રહારો

એનડીએની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિ મુદ્દે આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે નેહરૂ પર આક્ષેપ કરતાં કહ્યું હતુ કે, ‘પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને બાદમાં પાણીના પણ ભાગલા પાડ્યા. તેમણે સિંધુ જળ સંધિ હેઠળ 80 ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું. ઉલ્લેખનીય છે, ત્યારબાદ નેહરૂએ પોતે પોતાના સચિવના માધ્યમથી આ ભૂલનો સ્વીકાર કર્યો હતો કે, તેનો કોઈ લાભ થયો નથી. આ સમાધાન સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હતું.’

આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનરજીની TMCએ કરી આ માંગ

જેપી નડ્ડાએ પણ નેહરૂ પર આક્ષેપો કર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સિંધુ જળ સંધિ મુદ્દે જવાહરલાલ નહેરૂ પર આક્ષેપો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ જળ સંધિના નિરીક્ષણની માહિતી આપતાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આચરવામાં આવેલા હિમાલય બ્લન્ડર સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય લેતી વખતે નહેરૂએ સંસદ ગૃહને વિશ્વાસમાં લીધુ ન હતુ. તેની સાથે ચર્ચા-વિચારણા પણ કરી ન હતી.’

નડ્ડાએ આગળ કહ્યું કે, ‘સપ્ટેમ્બર, 1960માં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના બે મહિના બાદ સંસદ ગૃહ સમક્ષ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અને માત્ર બે કલાકમાં નિર્ણય લેવાયો હતો. ઈતિહાસ કહી રહ્યો છે કે, તે નહેરૂનું હિમાલય બ્લન્ડર હતું. તેમણે આ સંધિ સાથે ભારતના હાથ બાંધી દીધા હતા. જો વડાપ્રધાન મોદીનુ ભારત પ્રથમની પ્રતિબદ્ધતા સાથે છટાદાર નેતૃત્વ ન હોત તો આગળ પણ આપણે તેની કિંમત ચૂકવવી પડી હોત.’

રાધાકૃષ્ણન વિશે આપી માહિતી

PM મોદીએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી કે, ‘તેઓ ઓબીસી સમાજમાંથી આવતા ગ્રાઉન્ડ લીડર છે. સહજ સ્વભાવ ધરાવતા રાધાકૃષ્ણને રાજનીતિને રમતની જેમ ક્યારેય રમી નથી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએ તરફથી તેમનું નામ આપવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.’

'પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા...'PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…
INDIA

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

February 15, 2026
Next Post
જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |…

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca...

ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan…

ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

3 months ago
નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો | surat notori…

3 months ago
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

2 months ago
‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News