Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહારનો મુખ્ય પૂલ તેમજ અન્નપૂર્ણા ચોકડી પાસેનો બેઠો પુલ, કે જે બંને જર્જરિત અવસ્થામાં હોવાથી તે બંને બ્રિજ નવા બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિ. કમિશનર મોદી દ્વારા તાજેતરમાં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિઝ નવો બનાવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તે દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે, અને ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન પૂરી થાય ત્યારબાદ એકાદ માસમાં તે બ્રિઝનું કામ શરૂ કરી દેવામાં આવશે, અને જામનગરને નવા બ્રિઝની ભેટ મળશે.
આ ઉપરાંત અન્નપૂર્ણા ચોકડીનો બ્રિજ બનાવવા માટેની પણ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, અને ટૂંક સમયમાં તે કામગીરી પણ પરિપૂર્ણ કરી લેવામાં આવશે, અને બ્રિજનું કામ પણ શરૂ કરી દેવાશે.