gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકાર ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ આધારિત સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપશે : આજે સંસદમાં સરકાર બિલ રજૂ કરશે

– સૂચિત કાયદાનો ભંગ કરનારાને આકરા દંડ અને સજાની જોગવાઈ, ઓનલાઈન પ્લેટફોર્મ પર નજર રાખવા નિરીક્ષણ ઓથોરિટી બનાવાશે

– કેન્દ્ર સરકારે 2022થી ફેબ્રુઆરી 2025 વચ્ચે સરકારે 1524થી વધુ સટ્ટાબાજી અને જુગાર સાઈટ્સ અને એપ બ્લોક કર્યા

નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન ગેમિંગમાં સટ્ટાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાના અનેક અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સટ્ટાવાળી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મંગળવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી અપાઈ છે. આ બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલ હેઠળ ઓનલાઈન સટ્ટાબાજીને દંડનીય ગુનો બનાવાશે અને સરકાર કોઈપણ પ્લેટફોર્મ પર ઓનલાઈન મની ગેમિંગ સર્વિસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે. જોકે, ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ આધારિત નાણાકીય વ્યવહારો સામેલ ન હોય તેવી ગેમ્સને પ્રોત્સાહન આપશે.

કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ સંબંધિત કાયદાને આકરા કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે મંગળવારે ‘ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ ૨૦૨૫’ને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ કહ્યું કે, આ બિલમાં અનેક આકરી જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમોમાં કાયદાનો ભંગ કરનારા લોકોને આકરી સજાની પણ જોગવાઈ છે. સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને તેના સંબંધિત સાઈટ્સ વિરુદ્ધ આકરાં પગલાં લેતા ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે સરકારે ૧૫૨૪થી વધુ સટ્ટાબાજી અને જુગાર સાઈટ્સ અને એપ બ્લોક કર્યા. 

સૂત્રોએ જણાવ્યું કે, સટ્ટાબાજીવાળી ઓનલાઈન ગેમિંગના વપરાશકારોના માનસિક આરોગ્ય પર જોખમ તેમજ છેતરપિંડી સહિતના નાણાકીય જોખમો અંગેના અહેવાલોના પગલે સરકારે આ બિલ રજૂ કરવાની તૈયારી કરી છે. આ સિવાય ઓનલાઈન મની ગેમિંગથી મની લોન્ડરિંગ, છેતરામણા નાણાકીય વ્યવહારો અને સાયબર ગુનાઓને પ્રોત્સાહન મળતું હોવાનું પણ સરકારના ધ્યાનમાં આવ્યું છે. વર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે બેટિંગ અને ગેમ્બલિંગ પર કાર્યવાહી સહિત ગુનાઓને રોકવા, તેની તપાસ અને ગુનેગારોને સજા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રાથમિક રીતે જવાબદાર છે. કેટલીક મની ગેમિંગ કંપનીઓ બેટિંગ અથવા ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સ પરનો પ્રતિબંધ ટાળવા તેમને ‘સ્કિલ આધારિત ગેમ્સ’ ગણાવે છે.

સૂચિત બિલ હેઠળ આ આકરા નિયમોનો આશય સટ્ટાબાજીવાળી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવો અને ઈ-સ્પોર્ટ્સ તથા સ્કિલ આધારિત નાણાકીય વ્યવહારો વિનાની ગેમ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં સૂચિત બિલ હેઠળ સમગ્ર દેશમાં ડિજિટલ સટ્ટાબાજીને નિયંત્રિત કરાશે તથા સટ્ટાબાજી સાથે સંકળાયેલી લત અને છેતરપિંડી જેવી સમસ્યાઓનો ઉકેલ લવાશે. આ સિવાય વિવિધ રાજ્યોના અલગ અલગ જુગાર કાયદાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરાશે તેમજ સૂચિત બિલ હેઠળ અધિકારીઓને ગેરકાયદે અથવા નોંધણી ના કરાવી હોય તેવા પ્લેટફોર્મને બ્લોક કરવાનો અધિકાર અપાશે.

સૂત્રોે જણાવ્યું કે, આ બિલ મારફત દરેક પ્રકારના ઓનલાઈન મની ગેમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે. બીજીબાજુ કોઈપણ પ્રકારની ઓનલાઈન મની ગેમ હવે ગુનો ગણાશે અને તેના સંબંધિત દરેક પ્રકારની પ્રવૃત્તિઓ હવે ગુનાની શ્રેણીમાં આવશે. બિલમાં ઓનલાઈન મની ગેમની જાહેરાત અને પ્રચાર પર પણ પ્રતિબંધની જોગવાઈ કરાઈ છે. એટલું જ નહીં આ પ્રકારની ગેમિંગને પ્લેટફોર્મ આપવું પણ ગુનો ગણાશે.

ઓનલાઈન ગેમિંગ અગાઉથી જ ટેક્સના દાયરામાં છે. કેન્દ્ર સરકારે અગાઉના કાર્યકાળમાં ઑક્ટોબર ૨૦૨૩થી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ૨૮ ટકા જીએસટી લાગુ કરાયો છે. આ નાણાકીય વર્ષથી તેમાં બે ટકાનો વધારો કરાયો છે. એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૫થી ઓનલાઈન ગેમ પર ૩૦ ટકા ટેક્સ લાગુ કરાયો છે. સૂચિત બિલમાં વિદેશી ગેમિંગ ઓપરેટરને પણ ટેક્સ નેટવર્કમાં સામેલ કરાયા છે. ડિસેમ્બર ૨૦૨૩માં ભારતીય દંડ સંહિતા હેઠળ ગેરકાયદે સટ્ટાબાજી પર ૭ વર્ષ સુધીની જેલ અને ભારે દંડની જોગવાઈ લાગુ કરાઈ હતી.

નિયમોનો ભંગ કરનારાને રૂ. એક કરોડ સુધીના દંડની જોગવાઈ

સૂચિત બિલમાં સટ્ટાવાળી ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનારાઓને બે વર્ષની સજા અથવા રૂ. ૫૦ લાખનો દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય આવી ગેમ્સને ફન્ડિંગ તથા તેના માટેના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધની જોગવાઈ કરાઈ છે. તે મુજબ ગેમિંગ માટે ભંડોળ ફાળવવું અથવા કોઈપણ નાણાકીય વ્યવહાર કરવો ગુનો મનાશે. બેન્ક અને નાણાકીય સંસ્થાઓ પણ આવા ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરી શકશે નહીં. સૂચિત બિલ હેઠળ આ નિયમોનો ભંગ કરનારને રૂ. ૧ કરોડનો દંડ અથવા ત્રણ વર્ષની જેલ અથવા બંને થઈ શકે છે. ઓનલાઈન ગેમિંગ ઓફર કરનારાને પણ સમાન સજાની બિલમાં જોગવાઈ કરાઈ છે. આ પ્રકારની ઓનલાઈન ગેમિંગ માટે નાણાકીય વ્યવહાર કરનારાઓને પણ સમાન સજાની જોગવાઈ કરાઈ છે. જોકે, સાથે જ બિલમાં ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. તેના માટે એક નિરીક્ષણ ઓથોરિટી બનાવાશે, જે આ ગેમ્સ પર નજર રાખશે અને નિયમનો નિશ્ચિત કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
95 કનેક્શનોમાં રૂ. 39.73 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 39 73 lakhs detected in 95…

95 કનેક્શનોમાં રૂ. 39.73 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 39 73 lakhs detected in 95...

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer...

GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

2 months ago
નડિયાદના શિક્ષકે સાળંગપુરમાં બનાવી 451 ફૂટની વિશાળ રંગોળી, કષ્ટભંજન દેવની કરી રંગોથી આરાધના | nadiya…

નડિયાદના શિક્ષકે સાળંગપુરમાં બનાવી 451 ફૂટની વિશાળ રંગોળી, કષ્ટભંજન દેવની કરી રંગોથી આરાધના | nadiya…

12 months ago
Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh…

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh…

8 months ago
માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News