gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં ઘટસ્ફોટ : સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુશ્મનાવટ થઈ હતી : રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગનું કાવત્રું ઘડાયું હતું 

રાજકોટ, : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવી પુછપરછ કરતાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તેણે અગાઉ રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગની યોજના બનાવી હતી. પરંતુ બંને યોજનામાં નિષ્ફળતા મળતાં આખરે અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. 

ગોંડલ તાલુકા પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હાર્દિકસિંહ રાજકોટના રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. જેને કારણે બંને મિત્રો પણ હતા. સાતેક વર્ષ પહેલાં 2018ની સાલમાં બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ મેટરમાં રાજદિપસિંહ જાડેજા, પિન્ટુ ખાટડી અને જય પોપટ વગેરેએ તેને 150 ફૂટ રિંગ રોડ પર સમાધાનના બહાને બોલાવી તમાચા ઝીંકી મારકૂટ કરી હતી. એટલું જ નહીં, હાર્દિકસિંહ ઉપર બીજા દિવસે તલવાર અને ધોકા વડે હૂમલો પણ થયો હતો. જે હૂમલો તેને રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની પાકી ખાત્રી હતી. પોતાની ઉપર થયેલા હૂમલા અંગે તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે તેમાં રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીના નામ  ન હતા. 

આ કારણથી હાર્દિકસિંહ રોષે ભરાયો હતો. ત્યાર પછી રાજકોટમાં પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગ કરાવવા તેણે પોતાના સાગરીતોને મોકલ્યા હતા. આ યોજના પણ નિષ્ફળ ગઈ હતી.  આખરે તેણે રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રાજદિપસિંહ અને પિન્ટુ ઉપર ફાયરિંગની યોજના વખતે અલગ-અલગ ભાડુતી આરોપીઓ હતા. જયારે પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ વખતે અલગ આરોપીઓ હતા. આ ચારેય આરોપીઓ અગાઉ પકડાઈ ગયા છે. આ આરોપીઓને હથિયાર અને બાઈક સપ્લાય કરનાર હાર્દિકસિંહના માણસોના નામ જાણવા ગોંડલ તાલુકા પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp…

કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp...

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t...

કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરાની આબરૂ લેવાના પ્રયાસ કેસમાં ઠાસરાના યુવકને 3 વર્ષની કેદ | A young man from Thasra was sentence…

સગીરાની આબરૂ લેવાના પ્રયાસ કેસમાં ઠાસરાના યુવકને 3 વર્ષની કેદ | A young man from Thasra was sentence…

9 months ago
શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

8 months ago
કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

5 months ago
ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News