Kutch Earthquake: કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજું રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો
રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા
મળતી માહિતી મુજબ, ગુરૂવારે (21 ઓગસ્ટ) કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 કલાકે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે 10:19 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિ.મી દૂર હતું.
આ પણ વાંચોઃ ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું
નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. જોકે, આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.