gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3.37 કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત

– એસટીએફએ લાંચના એક કરોડ રૂપિયા સાથે દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની ધરપકડ કરી

આગ્રા : નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે. 

દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત ૧૨ દેશોમાં સપ્લાય કરી રહ્યાં હતાં. 

શુક્રવાર રાતે લખનઉની કંપનીના નામે ૧૦ લાખના બિલ પર પુડુચેરીની કંપનીનું ૮૭ લાખ રૂપિયાની નકલી દવાઓ મોકલવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ફ ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગની ટીમે ૩.૩૭ કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત કરી છે.

લખનઉ સ્થિત એસટીએફ હેડ કવાર્ટસને આગ્રા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ  કંપનીઓ સહિત ૬ કંપનીઓના નામે નકલી દવાઓ વેચવાની ફરિયાદ મળી હતી. બે મહિનાથી એસટીએફ અને દવા વિભાગની ટીમ સંપૂર્ણ બિઝનેસ નેટવર્કના તાર શોધવામાં વ્યસ્ત હતી. 

ટીમને માહિતી મળી હતી કે ચેન્નાઇથી ટ્રેન દ્વારા આવેલ નકલી દવાઓનો જથ્થો રીક્ષાથી બંસલ મેડિકલ અને હે મા મેડિકલ સ્ટોર મોકલવામાં આવી રહી છે. ટીમે રીક્ષાચાલકની પૂછપરછ કરી હતી.

ત્યારબાદ બંને મેડિકલ સ્ટોર અને તેના ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા હતાં. શનિવાર સવારે ટીમે હે મા મેડિકોમાંથી મોટા પ્રમાણમાં નકલી દવાઓ પકડી હતી. સંચાલક હિમાંશુ અગ્રવાલે કાર્યવાહી રોકવા માટે એસટીએફને એક કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. 

હિમાંશુ અગ્રવાલ બેગમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોના બંડલ ભરેલી ત્રણ બેગ લઇને બાઇકથી આવી પહોંચ્યો હતો. ટીમે તે જ સમયે તેની ધરપકડ કરી લીધી હતી. મોડી રાત સુધી મશીનથી નોટોની ગણતરી ચાલુ રહી હતી. 

પૂછપરછ પછી હિમાંશુ અગ્રવાલના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં દવાઓ પકડવામાં આવી હતી. આસિસ્ટન્ટ ડ્રગ્સ કમિશનરે જણાવ્યું હતું કે સંચાલક હિમાંશુની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મીનાક્ષી ફાર્મા, પુડુચેરીના ૧૦ લાખ રૂપિયાના બિલની સાથે ચેન્નાઇથી નકલી એલેગ્રા-૧૨૦ એમજી આગ્રા કેન્ટ સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુડુચેરીમાં મોટી સંખ્યામાં દવા બનાવવાની ફેકટરી છે જેમાં નકલી દવા બનાવવામાં આવે છે. 

દક્ષિણના દવા માફિયા રાજા સિંહની સાથે મળી નકલી દવાનો ગેરકાયદે ધંધો કરવાની આશંકા છે. આ દવાઓને ચેન્નાઇથી ટ્રેન દ્વારા આગ્રા સપ્લાય કરવામાં આવે છે. સીલ કરવામાં આવેલ હે મા મેડિકો, બંસલ મેડિકલ અને તેના ગોડાઉનોમાં કરોડોની દવા છે અને અનેક દિવસો સુધી કાર્યવાહી ચાલી શકે છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૨માં ગુજરાતમાં પકડાયેલા હવાલા નેટવર્કમાં હિમાંશુનું નામ સામે આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે. 

કમલા નગર રહેવાસી હિમાંશુ અગ્રવાલની કંપની હે મા મેડિકોનું ટર્નઓવર ૪૫૦ કરોડ રૂપિયા છે. મુબારક મહલમાં દુકાન છે અને મોટી કટરામાં અનેક ગોડૌઉન છે. આ ગોડાઉનમાં કરોડો રૂપિયાની દવાઓનો સ્ટોક છે. જ્યારે ૧૫ વર્ષ પહેલા મુબારક મહલમાં નાની દુકાન હતી. ગોગિયા માર્કેટ સ્થિત બંસલ મેડિકલનું ૩૫૦ કરોડનું ટર્નઓવર છે. દુકાન એટલી નાની છે તેમાં કરોડોની દવા આવી શકે તેમ નથી. મુખ્ય માર્ગ પર એક મોટું ગોડાઉન છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr…

મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે | Main accused in Mehmadabad tr...

દયાળ ગામે યુવાનના હત્યામાં દંપતી અને પુત્રને આજીવન કેદ | Couple and son sentenced to life imprisonme…

દયાળ ગામે યુવાનના હત્યામાં દંપતી અને પુત્રને આજીવન કેદ | Couple and son sentenced to life imprisonme...

NFOના ધસારાના જોરે મ્યુ. ફંડમાં સાત લાખ નવા રોકાણકારો જોડાયા | Seven lakh new investors join mutual …

NFOના ધસારાના જોરે મ્યુ. ફંડમાં સાત લાખ નવા રોકાણકારો જોડાયા | Seven lakh new investors join mutual ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

11 months ago
વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

1 year ago
કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

1 year ago
અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News