રાજપીપળા,તા.૨૬ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો શરૃ થયો છે અને દર કલાકે ૪ સે.મી. સપાટી વધી રહી છે.
નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી પાણીનો આવરો શરૃ થયો છે. હાલ ડેમમાં ૨,૩૨,૧૩૨ ક્યુસેક પણીની આવક થઈ રહી છે, જેથી ડેમની સપાટી ૧૩૪.૫૧ મીટર થઈ હતી. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે એટલે ડેમ હજી ભરાવા આડે ૪.૧૭ મીટરનું છેટું રહ્યું છે. હાલની સ્થિતિએ ડેમ ૮૭ ટકા ભરાઈ ગયો છે. ડેમના રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે. જેમાંથી નર્મદા નદીમાં ૪૯૩૯૬ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.