– પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
– 17 વર્ષીય સગીર બાઈક લઈને કોટડાથી ધંધુકા આવતા અકસ્માત સર્જાયો
ધંધુકા : ધંધુકા-રાણપુર રોડ પર પાર્ક કરાયેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા ૧૭ વર્ષિય કિશોરનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
ધંધૂકાના કોટડા ગામે રહેતો મેહુલ અનિલભાઈ સિહોર (ઉ.વ ૧૭) પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૩૮-એએલ-૩૬૩૬ લઈને કોટડા ગામેથી ધંધુકા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ધંધુકા-રાણપુર રોડ પર આવેલી હોટલ નજીક પાર્ક કરાયેલ ટ્રક નંબર જીજે-૧૨-બીવાય-૫૫૨૯ની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કિશોરને ગંભીર ઇજા થતા તેનું સ્થળે મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાની સાથે જ ધંધુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.