Vadodara Corporation : વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે 12 કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા છે. જેમાં તરસાલી સર્કલ દિવાળીપુરા મકાન પાસે, માંજલપુર સ્મશાન પાસે, એસએસવી-ટુ કૃત્રિમ તળાવ, ખોડીયાર નગર રોડ પર પેટ્રોલ પંપ પાસે, કિશનવાડી યુ.પી.એચ.સીવાળો પ્લોટ ,હરણી સમા લિંક રોડ, નવલખી, મકરપુરા ગામ પાસે, દશામાં તળાવ ગોરવા, બીલ, ભાયલી પ્રિયા ટોકીઝ પાસે અને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.
જ્યાં તરાપા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગણેશોત્સવમાં દોઢ દિવસના ગણેશજીની મૂર્તિઓનો આજથી વિસર્જન પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જોકે સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન નવલખી તળાવ ખાતે થાય છે. આ ઉપરાંત શહેરમાં બે સ્થળે શ્રીજી વિસર્જન માટે મોટા કુંડ પણ બનાવ્યા છે, જ્યાં બે ફૂટ જેટલી નાની મૂર્તિઓનું વિસર્જન થાય છે.