Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક આવેલી ઊંડ નદીના કાંઠે કેટલાક ખેડૂત દ્વારા પોતાની પાણીની મોટર અને પાઇપલાઇન ગોઠવીને પોતાના વાડી ખેતરમાં પાણી લેવામાં આવી રહ્યું હતું.
દરમિયાન 8 જેટલા ખેડૂતોની પાણીની મોટર ડેમના કાંઠે રાખવામાં આવેલી હતી. જ્યાંથી કોઈ તસ્કરો એકી સાથે તમામ ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે એક ખેડૂત ભાવેશ પ્રેમજીભાઈ ગડારાએ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ છે.