પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી
કલોલ : કલોલમાં મહેન્દ્ર મિલ રોડ ઉપર લારી ઉભી રાખવા બાબતે
બોલાચાલી થતા મામલો બીચ ક્યો હતો અને ઉસકેરાઈ ગયેલા બે જણાએ હાથમાં લોખંડની પાઇપ
વડે લારીવાળા ના પરિવાર પર હુમલો કરી દીધો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે ચાર લોકો
સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના મહેન્દ્ર મિલ રોડ ઉપર
લારી ઉભી રાખવા બાબતે માથાકૂટ થઈ હતી મહેન્દ્ર મીલ રોડ પર મહેશભાઈ જયંતીભાઈ પટણી
પોતાની કેળાની લારી લઈને ઉભા હતા ત્યારે બાજુમાં મહેશભાઈ જીવણભાઈ પટણી અને તેમનો
જમાઈ વિષ્ણુભાઈ પટની આવ્યા હતા અને કહેલ કે આ જગ્યાએ કેમ લારી ઉભી રાખી છે અહીં
હું લારી ઊભી રાખું છું તેમ કહેતા બોલાચાલી થઈ ગઈ હતી તે વખતે મહેશભાઈ પટણીએ
વિષ્ણુભાઈ પટણીને કહેલ કે આ જગ્યાએ પહેલા હું લારી ઉભી રાખતો હતો જેથી હું અહીં
ઊભી રાખીશ તું મારી બાજુમાં તારી ફ્ટની લારી મુક જે તેમ કહેતા મામલો બિચકયો હતો અને ઉસકેરાઈ ગયેલા મહેશભાઈ જીવણભાઈ
પટણી અને વિષ્ણુ પટણી એ ભેગા મળીને મહેશભાઈ જયંતીભાઈ પટણી અને તેની પત્ની ભારતીબેન
અને તેની દીકરીને માર માર્યો હતો તેથી આ લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા ત્યારબાદ
ઘરે પહોંચતા જ આ બંને જણા ત્યાં આવી ગયા હતા અને લોખંડની પાઇપ વડે તેમણે મહેશભાઈ
ની સાસુ પર હુમલો કર્યો હતો તેમ જ તેમનું ઉપરાણું લઈને રોહિત ચમનભાઈ પટણી તથા
ગુડ્ડી વિષ્ણુભાઈ પટણી આવી ચડયા હતા તેમણે મહેશભાઈના પત્ની ભારતીબેનને વાળ ખેંચીને
નીચે પાડી દઈ માર માર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે
હોસ્પિટલમાં ગધેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે મહેશભાઈ જીવણભાઈ પટણી તથા
વિષ્ણુ પટણી અને રોહિત ચમનભાઈ પટણી તથા ગુડ્ડી વિષ્ણુભાઈ પટણી સામે ગુનો દાખલ કરી
તપાસ ચલાવી છે.