Ahmedabad News : અમદાવાદના સોલાના સત્તાધારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતાં દીકરાએ માતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે યુવકની બહેને હત્યાની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં દીકરાએ લગ્ન ન કરાવવા મામલે સગી માતા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન યુવક ઉગ્ર બનતાં માતાને પરફ્યુમની બોટલ મારી દે છે. જેમાં ઈજા પહોંચતા માતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ્નો
સમગ્ર બનાવને લઈને આરોપીની બહેને વ્રજ મયંક કોન્ટ્રાક્ટર નામના તેના ભાઈ પર પોલીસ ફરિયાદ કરી છે, ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યુ છે.