gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Education News : યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+)ના તાજા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલ UDISE+ ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્કૂલોની સંખ્યા નોંધપાત્ર ઘટી છે. 2021માં કુલ 15,09,136 સ્કૂલો હતી, જે હવે ઘટીને 14,71,473 રહી ગઈ છે. એટલે કે 37,663 સ્કૂલ બંધ થઈ છે, જેમાંથી 23,000થી વધુ સરકારી તથા સરકારી સહાય મેળવતી સ્કૂલો છે. 2024-25ના શૈક્ષણિક વર્ષમાં જ 5,303 સરકારી અને સરકારી સહાય મેળવી સ્કૂલો બંધ થઈ છે. 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા 10.18 લાખ હતી, જે હવે ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે.

સરકારી સ્કૂલો બંધ, પ્રાઈવેટ સ્કૂલોની બોલબાલા 

ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની ફિરાકમાં છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં ગરીબ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે બાળકોને શિક્ષણ આપવું કેટલું મોંઘું બની ગયું છે! સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. 2024-25માં 8,475 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ, તો 2023-24માં આ આંકડો 7,678 હતો. દેશમાં પ્રાઈવેટ સ્કૂલોની કુલ સંખ્યા 3.39 લાખ થઈ ગઈ છે, જે 2023-24માં 3.31 લાખ હતી.

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંકડા 2 - image

કયા રાજ્યમાં કેટલો ઘટાડો થયો? 

  • બિહારમાં સરકારી સ્કૂલોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. 2024-25માં અહીં 1,800 સ્કૂલો બંધ થઈ ગઈ. 
  • બીજા નંબરે હિમાચલ પ્રદેશ છે, જ્યાં 492 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ.   
  • એવી જ રીતે, કર્ણાટકમાં 462 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. 
  • આ યાદીમાં અરુણાચલ પ્રદેશ (289) ચોથા અને મહારાષ્ટ્ર (273) પાંચમા સ્થાને છે.

સૌથી વધુ પ્રાઈવેટ સ્કૂલો ધરાવતું રાજ્ય 

  • ઉત્તર પ્રદેશ પ્રાઈવેટ સ્કૂલો શરૂ થવામાં દેશમાં પહેલા ક્રમે છે. અહીં 7,873 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ. 
  • બિહારમાં 2,107 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ છે.
  • આસામમાં 755 નવી પ્રાઈવેટ સ્કૂલો ખોલાઈ છે.

ઉત્તર પ્રદેશમાં સ્કૂલો મર્જ કરવાનો વિવાદ

ઉત્તર પ્રદેશ સરકારે 2025માં 50થી ઓછા વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય કર્યો હતો, જે આશરે 5,000 સ્કૂલોને અસર કરતો હતો. જો કે, અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ નિર્ણય પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે. રાજ્યમાં હાલ 9,500 જેટલી સ્કૂલ છે, જ્યાં ફક્ત એક જ શિક્ષક છે અને તેમાં આશરે 6.24 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓની નોંધણીમાં પણ જંગી ઘટાડો 

– 2024-25માં વિદ્યાર્થીઓની કુલ નોંધણી 24.69 કરોડ રહી છે, જે 2023-24માં 24.80 કરોડ અને 2022-23માં 25.18 કરોડ હતી. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે કુલ નોંધણી ઘટી છે.

– સરકારી સ્કૂલોમાં 2022-23માં 13.62 કરોડ વિદ્યાર્થી નોંધાયેલા હતા, જે હવે ઘટીને 12.16 કરોડ રહી ગયા છે. 

– બીજી બાજુ, પ્રાઈવેટ સ્કૂલોની નોંધણી 8.42 કરોડથી વધીને 9.59 કરોડ થઈ ગઈ છે.

ડિજિટલ સુવિધાઓની અછત

‘ડિજિટલ ઇન્ડિયા’ના જમાનામાં પણ દેશની ઘણી સ્કૂલોમાં ટેકનોલોજીનો અભાવ છે. કુલ 14.71 લાખ સ્કૂલોમાંથી ફક્ત 9.51 લાખ સ્કૂલોમાં જ કમ્પ્યુટર લેબની સુવિધા છે. મેઘાલય (19.7%), પશ્ચિમ બંગાળ (25.1%), બિહાર (25.2%), મણિપુર (38%) અને જમ્મુ-કાશ્મીર (43.1%) જેવા રાજ્યોમાં ડિજિટલ શિક્ષણનો દર સૌથી નીચો છે.

મૂળભૂત સુવિધાઓનો પણ સ્કૂલોમાં અભાવ

  • દેશની હજારો સ્કૂલો આજે પણ ગ્રંથાલય, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
  • 1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી.
  • 14.21 લાખ સ્કૂલોમાંથી માત્ર 13.72 લાખમાં જ કન્યા શૌચાલય છે.
  • છોકરા માટે 13.90 લાખ સ્કૂલોમાં શૌચાલય છે, પરંતુ માત્ર 13.34 લાખમાં જ તે ચાલુ સ્થિતિમાં છે.
  • 14,432 સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા નથી. 
  • 25,884 સ્કૂલો વીજળી વિના ચાલે છે.
  • 2,48,822 સ્કૂલોમાં રમતનું મેદાન નથી. ફક્ત 12.21 લાખ શાળાઓમાં જ મેદાન છે.

ડ્રોપઆઉટ દરમાં ઘટાડો

આ અહેવાલમાં એક સારી વાત એ જોવા મળી છે કે વિદ્યાર્થીઓ દ્વારા શાળાનો અભ્યાસ અધવચ્ચે છોડી દેવાનું પ્રમાણ ઘટ્યું છે.

  • પ્રાથમિક સ્તર (વર્ગ 3-5): 3.7%થી ઘટીને 2.3%
  • મધ્યમ સ્તર (વર્ગ 6-8): 5.2%થી ઘટીને 3.5%
  • માધ્યમિક સ્તર (વર્ગ 9-10): 10.9%થી ઘટીને 8.2%

શિક્ષકોની સંખ્યા અને ગુણોત્તરમાં સુધારો

દેશમાં શિક્ષકોની સંખ્યા 2023-24માં 98.07 લાખ હતી તે વધીને 2024-25માં 1.01 કરોડ થઈ છે. પુરુષ શિક્ષકોની સંખ્યા 45.77 લાખથી વધીને 46.40 લાખ થઈ છે, જ્યારે મહિલા શિક્ષકોની સંખ્યા 52.30 લાખથી વધીને 54.81 લાખ થઈ છે. આ વૃદ્ધિથી વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR – પ્યુપિલ ટીચર રેશિયો) સુધર્યો છે.

  • પ્રાથમિક સ્તરે: 2022-23માં PTR 11 થી ઘટીને 2024-25માં 10 થયો
  • મધ્યમ સ્તરે: PTR 18થી ઘટીને 17 થયો
  • માધ્યમિક સ્તરે: PTR 21 પર સ્થિર રહ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …
INDIA

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

February 13, 2026
ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…
INDIA

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

February 13, 2026
ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…
INDIA

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

February 13, 2026
Next Post
ઝાલોદના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ: જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહને પાર કરી પહોંચવું પડે…

ઝાલોદના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ: જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહને પાર કરી પહોંચવું પડે...

બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ…

બાવળાની ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને હાલાકી, પાણીથી લઈને કેન્ટીનના પ્રશ...

5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય | GST Meet Results F…

5% અને 18%... હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય | GST Meet Results F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ | 14 police personnel suspended for de…

અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ | 14 police personnel suspended for de…

10 months ago
હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

3 months ago
દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

6 months ago
નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News