gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી | Rain Red Alert in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Red Alert in Gujarat: હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ અને અન્ય જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

રાજ્યના મુખ્યસચિવે વીડિયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરો સાથે બેઠક યોજી

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યસચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશ્નર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે ઍલર્ટ રહેવા સૂચન આપી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી 2 - image

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યાનુસાર, છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાતમી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

ભારે વરસાદની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ ઍલર્ટ કરવા જણાવ્યું હતું.

ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી 3 - image

આ પણ વાંચો: 40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ

અધિકારી-કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના

પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ ઍલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી.  

રવિવારે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરઓને સૂચન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ શનિવારે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવએ તમામ જિલ્લા કલેક્ટરઓને જણાવ્યું હતું. 

વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તહેનાત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સીઝનનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…
GUJARAT

ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

May 11, 2026
કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…
GUJARAT

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

May 11, 2026
Next Post
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ...

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ, એવોર્ડ વિજેતા શિક્ષકોને ST બસમાં આજીવન મફત મુસાફરીનો લ…

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ, એવોર્ડ વિજેતા શિક્ષકોને ST બસમાં આજીવન મફત મુસાફરીનો લ...

PM મોદી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોનની ટેલિફોનિક વાતચીત, યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર …

PM મોદી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોનની ટેલિફોનિક વાતચીત, યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

5 months ago
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

5 months ago
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

10 months ago
10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News