Ahmedabad News : અમદાવાદમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રામોલ વિસ્તારમાં પાન-મસાલા માગવાની સામાન્ય બાબતમાં બે યુવક વચ્ચે બબાલ થઈ હતી. જેમાં લાફો ઝીંકતા એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રામોલ વિસ્તારમાં ભાવેશ વાઘેલા નામના વ્યક્તિએ કરણ નામના યુવક સાથે પાન-મસાલા આપવા મામલે મારામારી કરી હતી. જેમાં ભાવેશ ઉગ્ર થતાં કરણને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. જેમાં કરણ જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ
સમગ્ર ઘટના બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે રામોલ પોલીસમાં ફરિયાદ થતાં આરોપી યુવકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.