
નવી દિલ્હી,૮ સપ્ટેમ્બર,૨૦૨૫,
ફિલ્મી દુનિયામાં કલાકારો બદલાઇ જાય છે પરંતુ તેમનો અભિનય વર્ષો સુધી યાદ રહે છે. ફિલ્મ કલાકારો પોતે પણ ભૂતકાળની ફિલ્મોના ડાયલોગ અને ગીતોની યાદ અપાવીને લોકોનું મનોરંજન કરતા રહે છે. સોશિયલ મીડિયાના જમાના ફેન્સ ફોલોવર્સ અને વ્યૂઅરની સંખ્યા વધારવાનું માધ્યમ પણ છે. એક જમાનાની જાણીતી બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પોતાની રંગીલા ફિલ્મને ૩૦ વર્ષ પુરા થતા ફિલ્મના એક મશહૂર ગીત રંગ રંગીલા રે… ગીત પર ડાન્સ કર્યો હતો. બાલકનીમાં આશા ભોંસલેના ગાયન પર રંગીલા રે..ના હુક સ્ટેપ્સ લેતા હતા.
આ દરમિયાન ચિર પરિચિત સફેદ રંગની નીલા અને સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ વીડિયો શેર કરતા ઉર્મિલાએ લખ્યું હતું કે આ કોઇ ફિલ્મ જ ન હતી પરંતુ એક અહેસાસ પણ હતો જે આજે પણ અનુભવાય છે. ગહન આનંદ,આશા,સપના,મહત્વકાંક્ષા. સુંદરતા, ઉત્સાહ, સ્નેહ, તારીફ, પ્રેમ, ઇચ્છા,સંઘર્ષ, વિજય, ત્યાગથી વધીને જીવનમાં એક ભવ્ય ઉત્સવ બની ગયો છે. ઉર્મિલાએ ફિલ્મોના ગીતો અંગે જણાવ્યું છે કે દરેક સીનની એક પલ બાળકો જેવી મુસ્કાન લાવે છે. જે હજુ માસૂમિયત અને આશ્ચર્યની દુનિયામાં લઇ જાય છે.
દરેક ગીત એક સંગીત જ નથી પરંતુ નવરસનો ઉત્સવ છે. ભારતીય સાહિત્ય અને કાવ્યના નવ ભાવ, શ્રુગાર, હાસ્ય, કરુણા, દુઃખ, રોદ્ર, વીર, ભયાવહ,વિભત્સ્ય,અદ્વુત અને શાંતિ છે. આજથી ૩૦ વર્ષ પહેલા રંગીલા તમારા બધાનું હતું. મને વિશ્વાસ છે કે આજે તેને પહેલા પળમાં પાછા લઇ આવવાની તાકાત છે. જયારે તમે હસ્યા હતા, ખૂશ થયા હતા અને તેના જાદૂથી પ્રેમ થઇ ગયો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં ઉર્મિલાના અંદાજની તારીફ કરી હતી.










