
એનડીએ પાસે ૪૨૫, વિપક્ષ પાસે ૩૨૪ મત, જીતવા ૩૯૨ મતોની જરૂર
બીજેડી-બીઆરએસ મતદાનથી દૂર રહેશે, જગનનું એનડીએને સમર્થન : ઓવૈસીનો વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ટેકા
નવી દિલ્હી: દેશની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મંગળવારે મતદાન થવાનું છે. તેમા શાસક પક્ષ એનડીઓના ઉમેદવારો સીપી રાધાક્રિષ્નનનો મુકાબલો ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર સુદર્શન રેડ્ડી વચ્ચે છે. તેમા આંકડા મુજબ તો રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત લાગે છે, જ્યારે વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સાંસદોના અંતરાત્માના અવાજ પર વિશ્વાસ છે. તેથી આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે.










