Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે જરૂરિયાત મુજબ ફાયરના વિવિધ સાધનોના સપ્લાય માટે સૌથી ઓછા ભાવનો કોન્ટ્રાક્ટ રૂ.3.90 કરોડના ભાવે કોન્ટ્રાક્ટર મે. ન્યુ લાઈટ સેફટી સોલ્યુશન્સ પાસેથી ખરીદવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઈ છે.
ઉલ્લેખનીય છે કે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ માટે મહાનગર પાલિકાના સેવા કેન્દ્ર દ્વારા હાલના 7+1 (ઇ.આર.સી) ફાયર સ્ટેશન ઉપરાંત નવીન ફાયર સ્ટેશન બનવાના છે. તે પૂરની પરીસ્થીતીમાં બચાવ કામગીરી કરવા તથા તળાવ અને કેનલના બચાવ કામગીરી માટે જીએસટી સાથે રૂપિયા 3,90,33,469 ના ભાવ મે. ન્યુ લાઈટ સેફટી સોલ્યુશનના સૌથી ઓછા છે જે અંદાજ કરતા 2.37 ટકા વધુ હોવા છતાં મંજુરી માટે લોએસ્ટ હોવાથી મંજૂરી હશે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.