gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી સતત વહી રહી છે. સિવિલ હોસ્પિટલને ૨૧૩મું અંગદાન ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી રાહુલભાઈ મકવાણા તરફથી પ્રાપ્ત થયું છે. રાહુલભાઈના અંગદાનથી ૨ કિડની, ૧ લીવર અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું છે.

સિવિલ હોસ્પિટલ ખાતે થયેલા ૨૧૩મા અંગદાનની વિગતો જોઈએ તો ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા અને દિવસ દરમ્યાન જીમમાં સફાઇ કામ અને રાત્રે પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૦ વર્ષીય રાહુલભાઈ મકવાણા તરફથી અંગદાન મળ્યું છે. તેઓ ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કલોલ પાસેના પીયજ ગામ નજીક બાઇક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટના વખતે આસપાસના લોકો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, જે સૌથી પહેલાં તેમને કલોલની સરકારી હોસ્પિટલ લઈ ગઈ. સ્થિતિ ગંભીર જણાતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાર પછી વધુ સારવાર અર્થે એ જ દિવસે રાત્રે ૦૯.૪૫ વાગ્યે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૧મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટરોએ રાહુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા રાહુલભાઇની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના ભાઈ અજયભાઈ તેમજ અન્ય હાજર સગાંઓને સમજાવતાં તેઓએ રાહુલભાઈ મકવાણાનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડૉ. રાકેશ જોષીએ રાહુલભાઈને આદરાંજલિ આપવા સાથે તેમના પરિવારજનોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ૨૧૩મા અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૧૩ અંગદાન થકી કુલ ૭૦૫ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો ૧૫૦ ચક્ષુ તેમજ ૨૪ ચામડી મળી કુલ ૧૭૪ પેશીઓ સાથે કુલ ૮૭૯ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા મેળવવામાં આવ્યું છે, તેમ ડૉ.જોષીએ વધુમાં જણાવ્યુ હતું.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૮ લીવર, ૩૯૦ કિડની, ૧૭ સ્વાદુપિંડ, ૬૮ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૫૦ ચક્ષુ તથા ૨૪ ચામડીનું દાન મળ્યુ છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનથી મળેલ ૨ કીડની અને ૧ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, તેમજ મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…
GUJARAT

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

March 23, 2026
બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત | baranpuras man suicide in narmada canal
GUJARAT

બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત | baranpuras man suicide in narmada canal

March 23, 2026
મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…
GUJARAT

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

March 23, 2026
Next Post
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે

પ્રતાપનગર બ્રિજ ઉપર સફાઈ કરી આપ કાર્યકર્તાઓની ગાંધીગીરી | AAP workers protest by cleaning Pratapnaga…

પ્રતાપનગર બ્રિજ ઉપર સફાઈ કરી આપ કાર્યકર્તાઓની ગાંધીગીરી | AAP workers protest by cleaning Pratapnaga...

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains …

શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરાશે, જાણો સમય અને સ્ટોપેજ | Shifted trains ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

11 months ago
કાલાવડની મનોદિવ્યાંગ અને શારિરીક અસક્ષમ મહીલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ત…

કાલાવડની મનોદિવ્યાંગ અને શારિરીક અસક્ષમ મહીલા પર દુષ્કૃત્ય આચરનાર આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ત…

1 month ago
VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

12 months ago
શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતમાં, પરંતુ સુરતીઓના ફરસાણથી તેમનો જીવ જોખમમાં | Foreign birds in Surat i…

શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતમાં, પરંતુ સુરતીઓના ફરસાણથી તેમનો જીવ જોખમમાં | Foreign birds in Surat i…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News