વડોદરાઃ દિપેન મર્ડર કેસના આરોપીને કોર્ટમાંથી ભાગવામાં કોણે કોણે મદદ કરી હતી તેની તપાસ માટે અકોટા પોલીસે રિમાન્ડની માંગણી કરી છે.
દરજીપુરાના ચકચારી દિપેન પટેલ મર્ડર કેસના આરોપી હાર્દિક પ્રજાપતિને બે દિવસ પહેલાં કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કેન્ટીનમાં નાસ્તો કરી ફરાર થઇ ગયો હતો.પોલીસે ભારે જહેમત બાદ તેને સુરત ખાતેથી બહેનને મળવા જતી વખતે ઝડપી પાડયો હતો.
આ બનાવની તપાસ અકોટા પોલીસ કરી રહી છે.જેના પીઆઇ ડીવી બલદાનિયાએ કહ્યું હતું કે,હાર્દિક અગાઉથી યોજના મુજબ ભાગ્યો હોવાનું મનાય છે.જ્યારે રવિ નામનો મિત્ર તેને રૃ.૨હજાર આપવા દુમાડ આવ્યો હતો.જેથી પોલીસ રવિ તેમજ અન્ય મદદગારોની તપાસ કરવા પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા છે.જેની સુનાવણી સોમવારે કરવામાં આવનાર છે અને ત્યાં સુધી આરોપીને જ્યુ.કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.