gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર રોક લગાવતા કેસમાં સુપ્રીમનું વલણ

– દિલ્હીમાં માત્ર ‘એલિટ’ વર્ગ માટે જ કોઈ નીતિ બની શકે નહીં, ફટાકડા અંગે કોઈપણ નીતિ દેશ માટે એક સમાન હોવી જોઈએ 

– દિલ્હી-એનસીઆર જ નહીં આખા દેશમાં લોકોને સ્વચ્છ હવાનો અધિકાર : સુપ્રીમ 

નવી દિલ્હી : દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. આ મહિનાના અંતમાં નવરાત્રી તથા પછીના મહિને દિવાળી આવશે. આ સાથે દેશભરમાં દિવાળીમાં ફટાકડા અંગે ચર્ચા થવા લાગી છે. આ ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે માત્ર દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો. દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં અસાધારણ પ્રદૂષણ હોવાના કારણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાતો આવ્યો છે. જોકે, હવે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે સુપ્રીમે કહ્યું કે, માત્ર દિલ્હી-એનસીઆર જ શા માટે આખા દેશના નાગરિકોને સ્વચ્છ હવાનો અધિકાર છે. આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી-એનસીઆરમાં આખા વર્ષમાં ફટાકડા ફોડવા પર મૂકાયેલા પ્રતિબંધ સામે ફટાકડા ઉત્પાદકોની અરજીની સુનાવણી કરી હતી. આ સમયે બેન્ચે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીના ‘એલિટ’ નાગરિકોને સ્વચ્છ હવાનો અધિકાર હોય તો આવો જ અધિકાર દેશના અન્ય નાગરિકોને પણ હોવો જોઈએ. ફટાકડા અંગે કોઈપણ નીતિ સમગ્ર દેશ માટે એક સમાન હોવી જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ સ્પષ્ટરૂપે કહ્યું કે, અમે માત્ર દિલ્હી માટે નિયમ બનાવીએ એવું બની શકે નહીં. માત્ર દિલ્હીના લોકો વિશેષ છે તેવું હોઈ શકે નહીં. હું ગયા વર્ષે અમૃતસરમાં હતો ત્યાંની હવા દિલ્હીથી પણ વધુ ખરાબ હતી. ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય તો આખા દેશમાં મૂકાવો જોઈએ.

એમિકસ ક્યુરીએ એડવોકેટ અપરાજિતા સિંહે કહ્યું કે, દિલ્હીમાં શિયાળા સમયે પ્રદૂષણની સ્થિતિ એકદમ ભયાવહ થઈ જાય છે. દિલ્હી એક લેન્ડલોક્ડ શહેર છે, જ્યાં હવામાં પ્રદૂષકો ફસાઈ જાય છે, જેથી સ્થિતિ ચોકિંગ લેવલ સુધી પહોંચી જાય છે. જોકે, તેમણે કબૂલ્યું કે, અમીર લોકો તો પોતાનો ખ્યાલ રાખે છે. પ્રદૂષણ વધતા જ તેઓ દિલ્હી છોડી બહાર જતા રહે છે. પરંતુ સામાન્ય લોકોએ પ્રદૂષણનો ભોગ બનવું પડે છે.

સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક અરજી પર સુનાવણી કરતા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ને નોટિસ પાઠવી બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી દિવાળી પહેલા આવી છે જ્યારે દર વર્ષે ઉત્તર ભારતમાં પ્રદૂષણ અત્યંત ખરાબ થઈ જાય છે. તેનું કારણ સામાન્ય રીતે ફટાકડા અને ખેતરોમાં સળગાવાતી પરાળી હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને એનસીઆરમાં દિવાળી પહેલા ફટાકડા પર આકરા પ્રતિબંધ મૂકાય છે, જેમ કે ક્યાંક આખા વર્ષ માટે પ્રતિબંધ મૂકાય છે તો ક્યાંક કેટલાક કેટલાક કલાક માટે છૂટ અપાય છે. ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પણ આકરા નિયમો છે. આ પહેલા ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દિલ્હી સરકારે આખા વર્ષ માટે ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો. 

સુપ્રીમ કોર્ટે ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના એનસીઆર વિસ્તારમાં પણ પ્રતિબંધ વધારી દીધો હતો. ૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ કોર્ટે કહ્યું કે આ પ્રતિબંધ આખું વર્ષ રહેશે. ગ્રીન ફટાકડાને પણ છૂટ નહીં મળે. મે ૨૦૨૫માં કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આકરા પાલનની અને પાલન ના થાય તો કાર્યવાહીની ચેતવણી આપી હતી. સુપ્રીમે કહ્યું કે, કેટલાક મહિના માટે પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી. લોકો ફટાકડા એકત્ર કરશે અને પ્રતિબંધ ના હોય તેવા સમયે ફોડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા | Two men who stole 2 tractors in …

ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા | Two men who stole 2 tractors in ...

આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

ડોળીયા ગામે જીઆરડી જવાનના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor was seized from the …

7 months ago
જામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.85 કરોડ ફાળવાયા | gujarat govt has alloca…

જામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.85 કરોડ ફાળવાયા | gujarat govt has alloca…

5 months ago
આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

8 months ago
જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an…

જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News