Karnataka News: કર્ણાટકના હસનમાં હોલેનરસીપુરના મોસાલે હોસાહલ્લી નજીક એક ટ્રકે ગણપતિ શોભાયાત્રામાં જઈ રહેલા લોકોને કચડ્યા હતા. ટ્રક ડિવાઇડર તોડીને શોભાયાત્રામાં ઘુસી જતાં નાસભાગ મચી હતી. ધમધમતા હસન-મૈસૂર NH-373 રોડ પર થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.