Surat Crime: સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિગારેટ જેવી નજીવી બાબતમાં એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. રત્નકલાકારે ઉધારમાં સિગારેટ માંગી હતી, જેનો ઈનકાર કરતા રત્નકલાકારે પાન સેન્ટરના માલિક પર એસિડ અટેક કરી દીધો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું, એક ભુલથી આરોપી ઝડપાયો
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરતમાં સત્યનારાયણ નગર પાસે આવેલા પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે કુશવાહ પાસે રાકેશ બારૈયા નામનો રત્નકલાકાર સિગારેટ લેવા પહોંચ્યો હતો. રાકેશ બારૈયાએ પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં સિગારેટ માંગ હતી. જેનો પાન માલિકે ઈનકાર કરી દીધો હતો. આ વાતથી રોષે ભરાયેલા રત્નકલાકારે પાન પાર્લરના માલિક પર એસિડથી હુમલો કરી દીધો હતો. હાલ, પાન પાર્લરના માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ
સમગ્ર ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે હુમલો કરનારા રત્નકલાકારની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી સહિત અગાઉ પણ પ્રોહિબિશન સહિત પાંચ જેટલાં ગુના દાખલ થયેલા છે.