gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in INDIA
0 0
0
BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill: મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર થયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજુ કરાયું હતું, જેના પર બપોરથી રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું. વક્ફ બિલ સંશોધનના પક્ષમાં 288 મત પડ્યા હતા અને 232 મત વિરોધમાં પડ્યા હતા. હવે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી પૂરી શક્યતા છે.

જણાવી દઈએ કે, લોકસભામાં બિલ પાસ થતાં હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલવામાં આવશે. તેની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ 2025 કાયદો બની જશે.

લોકસભાની કાર્યવાહી રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ વક્ફ સંશોધન બિલ 2025 પસાર ન થાય ત્યાં સુધી કાર્યવાહીનો સમય લંબાવાયો હતો. આમ, 2 એપ્રિલે ત્રણ વખત લોકસભાની કાર્યવાહીનો સમય વધારાયો હતો. બીજી તરફ, રાજ્યસભામાં આવતીકાલે (3 એપ્રિલ, 2025) બપોરે એક વાગ્યે વક્ફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે.

વક્ફ બિલમાં કયા સુધારા થશે? 

1. જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.

2. વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સીઈઓ બનવાની તક મળશે.

3) સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે. 

વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે નીચે મુજબના મુદ્દા આગળ કર્યા છે. 

1. પ્રસ્તાવિત સુધારા લાગુ કરવાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, જેને લીધે મુસ્લિમોની ધાર્મિક બાબતો પ્રભાવિત થશે. 

2. મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક પર પ્રતિકૂળ અસર પડશે.

3. વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જેનાથી લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.

4. હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? – એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.

5. વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે. 

કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?

1. 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે. 

2. વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.

3. વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે. 

4. બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.

5. વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે. 

6. મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે. 

વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?

અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.  

સરકારના ઈરાદા સામે શંકા 

વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મીડિયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…
INDIA

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

June 13, 2026
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…
INDIA

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

June 13, 2026
Next Post
ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai…

ચગડોળમાં તકરાર કરતાં છોડાવવા જતાં છરીના ઘા મારતા યુવક લોહી લુહાણ | Atake ngeni ekkewe sarafo non fai...

વીરેન્દ્ર ગાંધીના પુત્રને રાજેશ ગાંધીના પુત્ર જેટલા જ અધિકાર અપાતા સમાધાન | family feud in Vadilal I…

વીરેન્દ્ર ગાંધીના પુત્રને રાજેશ ગાંધીના પુત્ર જેટલા જ અધિકાર અપાતા સમાધાન | family feud in Vadilal I...

છાણીની કેનાલમાં બે મિત્રો તણાયા, કોર્પોરેટરનો ભત્રીજો લાપત્તા

છાણીની કેનાલમાં બે મિત્રો તણાયા, કોર્પોરેટરનો ભત્રીજો લાપત્તા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં ‘વન ડે, વન રોડ’ની કામગીરીમાં પાંચ ટ્રક ભરી સામાન જપ્ત | Five trucks full of goods sei…

વડોદરા શહેરમાં ‘વન ડે, વન રોડ’ની કામગીરીમાં પાંચ ટ્રક ભરી સામાન જપ્ત | Five trucks full of goods sei…

3 months ago
સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

2 months ago
જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : કાકા-ભત્રીજા પર ત્રણ પ…

4 months ago
વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with car loaded with foreign li…

વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with car loaded with foreign li…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News