માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ
સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસામાં અઢી વર્ષ અગાઉ બે સગીરા અને એક
યુવતીના ફોટા વોટ્સએપ ગ્પમાં મૂકીને તેમાં અભદ્ર લખાણ લખનાર આરોપી સામે ગુનો દાખલ
થયા બાદ ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય
રાખીને કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૃપિયાનો દંડ ભરવા હુકમ
કરવામાં આવ્યો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા
તાલુકાના બોરપુરા ગામમાં રહેતા આરોપી રાહુલસિંહ શિવુસિંહ રાઠોડ દ્વારા એક વોટ્સએપ
ગ્પ બનાવવામાં આવ્યું હતું અને આ ગ્પમાં લખાણ લખી ગામની બે સગીરા તેમજ એક યુવતીના
ફોટા મુક્યા હતા અને તેના નીચે અભદ્ર લખાણ લખવામાં આવ્યું હતું. જે સંદર્ભે
સગીરાના પરિવારજનોને જાણ થતાં હેબતાઈ ગયા હતા. જેથી આ અંગે આરોપી યુવાન સામે માણસા
પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ કરીને કેસનું
ચાર્જશીટ ગાંધીનગરની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. બીજા એડિશનલ સેશન્સ
જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ એસ. પંડયા
દ્વારા દલીલ કરવામાં આવી હતી કે,
આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચાર્યો છે. ત્રણ દીકરીઓના ફોટા અને બિભત્સ લખાણ
લખી ગ્પમાં મૂકીને તેમને બદનામ કરવામાં આવી છે. જેથી આવા કેસમાં આરોપીને છોડી શકાય
નહીં. કોર્ટ દ્વારા તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વધી
રહી છે જેને અટકાવવા માટે કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા આરોપીને કરવામાં આવે
જોકે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી રાહુલસિંહ શિવુસિંહ રાઠોડને
ત્રણ વર્ષની સાદી કેદની સજા અને એક લાખ રૃપિયાનો દંડ તેમજ જિલ્લા કાનૂની સેવા
સત્તા મંડળને ભોગ બનનાર બંને સગીરાઓને એક લાખ રૃપિયા તેમજ યુવતીને ૫૦ હજાર વળતર પેટે
ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.