gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Obesity: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવા વયે જ હૃદયની સમસ્યા, ડાયાબિટિસ, બ્લડપ્રેશરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. આ તમામ પૈકીના મોટાભાગના કેસના મૂળમાં મેદસ્વિતાનું પરિબળ જવાબદાર હોય છે. ગુજરાતમાં હાલ પ્રતિ 100માંથી 23 પુરુષ અને 20 મહિલા મેદસ્વી છે.

વધુ વજન અને સ્થૂળતાના કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ

ગુજરાત સરકાર દ્વારા યોગના માધ્યમથી 10 લાખ નાગરિકોનું 10 કિલો વજન ઘટાડવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જાણકારોના મતે વધુ પડતું વજન હોવું અથવા સ્થૂળ હોવું તે આરોગ્ય પર ગંભીર પ્રભાવ ધરાવી શકે છે. તેનાથી હૃદય રોગ, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબીટીસ, ઓસ્ટિયોઆર્થાઇટિસ, કેન્સર વગેરે જેવાં ગંભીર આરોગ્યનાં પરિણામો પેદા થઈ શકે છે. આ સ્થિતિઓ અકાળે મૃત્યુ અને વિકલાંગતા પેદા કરી શકે છે.

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો 'સ્થૂળ', જાણો શું છે કારણો 2 - image

જીવનશૈલી અને સામાજિક પરિબળો

સ્થૂળતાથી પીડાતી વ્યક્તિ માટે ‘આળસુ’ , ‘સ્વ-નિયંત્રણનો અભાવ’ જેવી ઉપમા આપવામાં આવે છે. જોકે, સ્થૂળતા માટે આનુવંશિક, વિકારી ઉપાપચય, હોર્મોનમાં અસંતુલન, અમુક દવાઓની આડઅસરો પણ જવાબદાર હોય છે. આ પરિબળો વ્યક્તિઓના નિયંત્રણની બહારના છે. અલબત્ત, હાલ યુવા વયે મેદસ્વિતાના જે કેસમાં વધારો થઈ રહ્યો છે તેના માટે લાઇફસ્ટાઇલ વિલનની ભૂમિકામાં છે. જંકફૂડ, બેઠાડુ જીવન, કસરત-વોકિંગથી દૂર રહેવું જેવી બાબતોથી મેદસ્વિતાના કેસ વધે છે. ગુજરાતમાં 15થી 49 વયના અંદાજે 21.49 લાખ લોકો મેદસ્વિતાનો શિકાર છે.

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો 'સ્થૂળ', જાણો શું છે કારણો 3 - image

સ્થૂળતાથી બચવાના ઉપાયો અને ગુજરાતમાં તેની સ્થિતિ

ડૉક્ટરોના મતે મેદસ્વિતા વધુ મોટું જોખમ સર્જે એ પહેલા દરેકે ચેતવું જરૂરી છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઉંઘ, વધુ પાણી પીવું, માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું જેવા પરિબળોથી મેદસ્વિતાને દૂર રાખી શકાય છે. ખાધેપીધે સુખી ગણાતા ગુજરાતીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઓબેસિટીની સારવાર સાથે સંકળાયેલા લોકોના મતે મેદસ્વિતાની સારવાર કરાવનારા લોકોમાં છેલ્લા કેટલાક સમયમાં 10%નો વધારો થયો છે. મોટાભાગના દર્દી 30થી 45ની વયના હોય છે. ઓબેસિટીની સારવાર કરાવવામાં મહિલાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો 'સ્થૂળ', જાણો શું છે કારણો 4 - image

આ પણ વાંચો: તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

મેદસ્વિતા છે કે કેમ તે કઈ રીતે નક્કી કરવામાં આવે છે?

મેદસ્વિતા નક્કી કરવા માટે ‘બોડી માસ ઈન્ડેક્સ’ એટલે કે બીએમઆઈ મહત્ત્વનું માપદંડ છે. બીએમઆઈ માપવા માટે વજન અને ઊંચાઈ બંને શારીરિક પરીમાપનોની જરૂર પડે છે. વ્યક્તિનું વજન કિલોગ્રામમાં જ્યારે ઉંચાઈને મીટરમાં નોંધવામાં આવે છે. વ્યક્તિના વજનને વ્યક્તિની ઊંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે. આ પછી જે આંક મળે તેને બીએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે. બે વ્યક્તિનું વજન સમાન હોય તો પણ બીએમઆઈ અલગ-અલગ આવતું હોય છે. લોકો પોતાનું વજન તો માપી લે છે પરંતુ બીએમઆઈ નહીં માપતા હોવાને લીધે પોતાનું વજન ખરેખર કેટલું હોવું જોઈએ અને વજન સપ્રમાણ છે કે નહીં તે બાબતે અસ્પષ્ટ રહે છે.

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો 'સ્થૂળ', જાણો શું છે કારણો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules ...

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 ...

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે ‘ગૌભક્ત’ ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં | avimukteshwar…

બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે 'ગૌભક્ત' ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં | avimukteshwar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

વડોદરામાં ત્રણ જ દિવસમાં ૪૭૦૦૦ જેટલા મતદારોના નામ કમી કરવા ફોર્મ ભરાયા | congress alleged bjp of con…

5 months ago
સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી | Surat N…

સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી | Surat N…

6 months ago
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા | Justice is crying behind the door: Mamata

5 months ago
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News