મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોડી સાંજે રેસિપ્રોકલ ટેરિફ મામલે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે કે એની અનિશ્ચિતતા, અવઢવના અહેવાલ વહેતાં થઈ ટ્રમ્પ હજુ સમય આપશે એવી શકયતા અને બીજી તરફ અમુક વર્ગમાં રાબેતા મુજબ સમયસર અમલીકરણ કરાશે એવા અહેવાલોએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. જ્યારે ભારત માટે ટ્રમ્પ હાલ તુરત આકરાં ટેરિફ નિર્ણય લેવાનું ટાળશે અને ચાઈના, રશીયા, યુરોપના દેશોના વિરોધ વચ્ચે ભારત માટે કૂણું વલણ અપનાવશે એવી શકયતાના અહેવાલો વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ફંડો તેજીમાં આવ્યા હતા. ખાસ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ સેન્સેક્સ, નિફટી બેઝડ કવરિંગ કર્યા સાથે ઘટાડે પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. અમેરિકી શેર બજાર નાસ્દાકમાં રિકવરી સાથે આઈટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આ ઉપરાંત કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. સેન્સેક્સ ૫૯૨.૯૩ પોઈન્ટ વધીને ૭૬૬૧૭.૪૪ અને નિફટી સ્પોટ ૧૬૬.૬૫ પોઈન્ટની છલાંગે ૨૩૩૩૨.૩૫ બંધ રહ્યા હતા.
કલ્યાણ જવેલર્સ રૂ.૫૪, ડિક્સન રૂ.૫૨૫ ઉછળ્યા : કન્ઝયુમર ઈન્ડેક્સની ૧૩૮૬ પોઈન્ટની છલાંગ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોના શોર્ટ કવરિંગ સાથે પસંદગીના વેલ્યુબાઈંગે બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૮૬.૪૭ પોઈન્ટની છલાંગે ૫૪૪૦૫.૦૨ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૫૪.૧૦ ઉછળી રૂ.૫૧૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૨૪.૮૫ વધીને રૂ.૧૩,૪૫૦.૨૫, ટાઈટન રૂ.૧૧૨.૫૫ વધીને રૂ.૩૦૯૯.૦૫, બ્લુ સ્ટાર રૂ.૩૦.૦૫ વધીને રૂ.૨૧૧૨.૩૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૭૦ વધીને રૂ.૧૦૬૨.૫૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮.૭૫ વધીને રૂ.૩૩૬૨.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૨.૩૦ વધીને રૂ.૧૫૧૪.૬૫ રહ્યા હતા.
નાસ્દાક પાછળ આઈટી શેરોમાં તેજી : કેસોલ્વઝ રૂ.૨૩, ઓરિએન્ટ રૂ.૧૮, માસ્ટેક રૂ.૭૬ વધ્યા
નાસ્દાક શેર બજારમાં મજબૂતી પાછળ આજે ફરી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. કેસોલ્વઝ રૂ.૨૨.૬૦ ઉછળી રૂ.૪૬૧.૧૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૧૮.૪૦ વધીને રૂ.૩૮૯.૪૦, માસ્ટેક રૂ.૭૬.૨૫ વધીને રૂ.૨૧૯૮, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૩ વધીને રૂ.૭૧૪.૩૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૧.૯૫ વધીને રૂ.૧૩૧૨.૫૫, ટાટા એલેક્સી રૂ.૧૬૧.૮૦ વધીને રૂ.૫૨૩૧.૫૫, રામકો સિસ્ટમ રૂ.૧૦ વધીને રૂ.૩૪૧.૧૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૪.૯૦ વધીને રૂ.૬૦૬.૭૫, પર્સિસ્ટન્ટ ટેકનોલોજી રૂ.૧૨૨.૮૫ વધીને રૂ.૫૩૨૮, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬૨.૦૫ વધીને રૂ.૭૭૪૪.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૪૨૨.૭૦, નેટવેબ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૧૫૪૪ રહ્યા હતા.
લોઢા ડેવલપર્સ રૂ.૬૧ વધીને રૂ.૧૨૧૯ : ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટિજ એસ્ટેટ, ડીએલએફમાં આકર્ષણ
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે ફંડો લેવાલ રહ્યા હતા. લોઢા ડેવલપર્સ રૂ.૬૧.૧૦ વધીને રૂ.૧૨૧૮.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૦૩.૮૫ વધીને રૂ.૨૧૪૬.૪૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૨ વધીને રૂ.૧૧૮૦.૨૫, ડીએલએફ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૬૮૩.૧૦, સિગ્નેચર રૂ.૩૨.૬૦ વધીને રૂ.૧૧૦૯, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૫.૮૦ વધીને રૂ.૧૬૨૦.૧૫, શોભા ડેવલપર્સ રૂ.૩૩.૬૦ વધીને રૂ.૧૨૩૩, ફિનિક્સ રૂ.૩૮.૫૫ વધીને રૂ.૧૬૪૦ રહ્યા હતા.
ટીવીએસ રૂ.૫૩ વધી રૂ.૨૪૦૫ : મારૂતી રૂ.૨૩૯, એમઆરએફ રૂ.૧૮૬૭, બાલક્રિષ્ન રૂ.૪૧ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ટીવીએસ મોટર રૂ.૫૩.૩૫ વધીને રૂ.૨૪૯૪.૫૦, મારૂતી સુઝુકી રૂ.૨૩૯.૫૦ વધીને રૂ.૧૧,૭૧૫.૦૫, એક્સાઈડ રૂ.૬.૮૫ વધીને રૂ.૩૭૧.૭૦, એમઆરએફ રૂ.૧૮૬૭.૭૦ વધીને રૂ.૧૧,૪,૮૩૨.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૫૫ વધીને રૂ.૨૫૬૫, અપોલો ટાયર રૂ.૫.૬૫ વધીને રૂ.૪૨૭.૯૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૫.૫૫ વધીને રૂ.૨૭૨૬.૦૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૯૧૩.૯૦, બોશ રૂ.૨૭૫.૭૦ વધીને રૂ.૨૮,૧૪૧.૩૦, બજાજ ઓટો રૂ.૬૮.૯૦ વધીને રૂ.૮૦૬૨.૬૦, આઈશર મોટર્સ રૂ.૪૫.૦૫ વધીને રૂ.૫૩૪૮.૬૦ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંકમાં ઘટાડે આકર્ષણ : એચડીએફસી બેંક, બીઓબી, પીએનબી ગિલ્ટ્સ, સીએસબી બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઘટાડે લેવાલી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૬૫ વધીને રૂ.૭૦૨.૪૦, એચડીએફસી બેંક રૂ.૩૦.૧૦ વધીને રૂ.૧૭૯૭.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૫ વધીને રૂ.૨૩૧.૫૦, કેનેરા બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૯૧.૧૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૩૩૦.૭૫ રહ્યા હતા. આ સાથે સીએસબી બેંક રૂ.૧૮.૩૫ વધીને રૂ.૩૧૯.૨૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૫.૧૧ વધીને રૂ.૮૯.૭૯, કેપિટલ ફર્સ્ટ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૨૮૦.૫૫, આધાર હાઉસીંગ રૂ.૨૧.૯૫ વધીને રૂ.૫૯૮.૬૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૫.૦૫ વધીને રૂ.૯૨૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૧૬૬.૧૫ વધીને રૂ.૨૪,૪૮૯.૫૦, પોલીસી બાઝાર રૂ.૬૪.૩૦ વધીને રૂ.૧૫૭૯ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : હેસ્ટરબાયો રૂ.૨૯૮ ઉછળ્યો : સુપ્રિયા, ટારસન્સ, લાલપથ વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. હેસ્ટર બાયો રૂ.૨૯૮.૨૦ વધીને રૂ.૧૭૮૯.૨૫, સુપ્રિયા લાઈફ રૂ.૫૪.૭૫ વધીને રૂ.૭૮૭.૧૦, ટારસન્સ રૂ.૨૦.૩૦ વધીને રૂ.૩૭૨.૬૦, જીપીટી હેલ્થ રૂ.૬.૫૦ વધીને રૂ.૧૫૫.૯૫, લાલપથ લેબ રૂ.૧૦૪.૩૫ વધીને રૂ.૨૫૦૭.૬૦, હાઈકલ રૂ.૧૬.૭૦ વધીને રૂ.૪૧૮, આરપીજી લાઈફ રૂ.૮૩.૧૫ વધીને રૂ.૨૩૩૯, કોવઈ રૂ.૧૬૦.૪૦ વધીને રૂ.૫૩૫૯, શેલબી રૂ.૫.૫૦ વધીને રૂ.૨૦૭, લુપીન રૂ.૫૦.૩૦ વધીને રૂ.૨૦૦૬.૭૦, દિવીઝ લેબ રૂ.૧૧૬.૫૦ વધીને રૂ.૫૬૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી છતાં ઉછાળે ફંડો સાવચેત : ૨૮૧૮ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સિલેક્ટિવ ખરીદી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઉછાળે સાવચેતીમાં ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૧૮ અને ઘટનારની સંખ્યા ૧૧૩૩ રહી હતી.
FPIs/FII કેશમાં રૂ.૧૫૩૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૮૦૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૧૫૩૮.૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૮૦૮.૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૭૬૧.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૯૫૩.૦૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૫ લાખ કરોડ વધીને રૂ.૪૧૨.૯૮ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સાથે સેન્સેક્સ, નિફટીમાં તેજીના પરિણામે આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૫ લાખ કરોડ વધીને રૂ.૪૧૨.૯૮ લાખ કરોડ રહ્યું હતું.