– 5-પીસ્તોલ, 12-રિવોલ્વર, 08-બારબોર, 216 કારટીસ સાથે રૂા. 25.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
– નાગાલેન્ડ અને મણીપુર રાજ્યમાંથી એજન્ટો મારફતે લાયસન્સ મેળવી હથિયારો ખરીદયા હતા : 17 શખ્સો પૈકી 13 શખ્સો ગુનાહિત ઈતિહાસ : બી-ડિવીઝન-4, થાન-03, મુળી-04, નાની મોલડી-01, સાયલા-03 અને લીંબડી-02 પોલીસ મથકે ગુના નોંધાયેલા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પોલીસે થોડા દિવસો પહેલા મણીપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવી હથિયાર ખરીદનાર ૨૧ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા અને વધુ તપાસ હાથધરી હતી જેમાં ૧૭ જેટલા શખ્સો પાસેથી અલગ-અલગ હથિયારો મળી આવ્યા હતા જે મામલે પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ આર્મસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમીના આધારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સો જેમની પાસે હથિયાર છે તેવા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ દરમિયાન એજન્ટો મારફતે મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઈન્ડિયા પરમીટ ધરાવતા હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાનુું સામે આવ્યું હતું. ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી જિલ્લાના કુલ ૨૧ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા અને તે પૈકી ૧૭ જેટલા શખ્સોએ એજન્ટો મારફતે મણીપુર અને નાગાલેન્ડમાંથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું.
તમામ ૧૭ શખ્સો પાસેથી ૫-પીસ્તોલ, ૧૨-રિવોલ્વર, ૮-બારબોર, ૨૧૬ કારટીસ સહિત ૨૫ હથિયારો કુલ કિંમત અંદાજે રૂા.૨૫,૨૧,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં મણીપુર અને નાગાલેન્ડ ખાતે રહેતા એજન્ટ મુકેશભાઈ (મુળ રહે.વાંકાનેર, મોરબી), છેલાભાઈ વેલાભાઈ ભરવાડ (મુળ રહે.દરોડ, તા.ચુડા, હાલ રહે.સુરત) વિજયભાઈ ભરવાડ રહે.સુરત, અને સોકતઅલી રહે.હરીયાણા વાળા પાસેથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાની કબુલાત કરી હતી.
આથી હથિયાર ખરીદનાર શખ્સો સામે સુરેન્દ્રનગર બી-ડિવીઝન-૦૪, થાન-૦૩, મુળી-૦૪, નાની મોલડી-૦૧, સાયલા-૦૩, લીંબડી-૦૨ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે. જે પૈકી ૧૩ શખ્સો ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે અને ૪ શખ્સો પાસેથી માત્ર લાયસન્સ જ મળી આવ્યા છે તેઓએ હથિયારની ખરીદી કરી નહોતી.
હથિયારનો પરવાનો છતાં ફરિયાદ કેમ દાખલ?
સામાન્ય રીતે કોઇ અરજદાર બહારના રાજ્ય કે અન્ય જિલ્લામાંથી હથિયારનો પરવાનો મેળવે છે ત્યારે તેની નોંધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવાની રહેતી હોય છે. તેમજ ચૂંટણી સમયે હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવું પડતું હોય છે. જે ઉપરોક્ત એક પણ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવ્યા ન હતો માટે તમામ શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ આરોપીઓ
ક્રમ હથિયારધારકનું નામ પ્રકાર કિંમત
(૧) ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઈડાયભાઈ આલ રીવોલ્વર ૧.૫૦ લાખ
(૨) કેવલભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ ૧.૫૦ લાખ
(૩) અશોકભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ ૧.૫૦ લાખ
(૪) હરિભાઈ ચોથાભાઈ બાંમ્ભા પીસ્તોલ/બારબોર ૧.૫૦લાખ
(૫) લખમણભાઈ ઉર્ફે બકાભાઈ ચોથાભાઈ બાંમ્ભા રીવોલ્વર ૧.૫૦ લાખ
(૬) હરિભાઈ રણુભાઈ જોગરાણા-(કારટીસ-૨૨) રીવોલ્વર/ ૧.૫૨ લાખ
(૭) રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણા રીવોલ્વર ૧.૫૦ લાખ
(૮) મયુરભાઈ લક્ષ્મણભાઈ સોંડલા-(કારટીસ-૪૮) રીવોલ્વર/બારબોર ૧.૫૫ લાખ
(૯) નથુભાઈ કાળાભાઈ બાંમ્ભા-(કારટીસ-૪૮) રીવોલ્વર/બારબોર ૧.૫૪ લાખ
(૧૦) દિગેશભાઈ કરશનભાઈ સભાડ-(કારટીસ-૨૫) રીવોલ્વર ૧.૦૨ લાખ
(૧૧) વરજાંગભાઈ હનુભાઈ મીર-(કારટીસ-૨૫) પીસ્તોલ/બારબોર ૧.૫૨ લાખ
(૧૨) ભરતભાઈ રમેશભાઈ અલગોતર રીવોલ્વર ૧.૦૦ લાખ
(૧૩) રાહુલભાઈ જાગાભાઈ અલગોતર પીસ્તોલ/બારબોર ૨.૩૦ લાખ
(૧૪) ગોપાલભાઈ હિરાભાઈ જોગરાણા-(કારટીસ-૪૮) રીવોલ્વર/બારબોર ૧.૫૫ લાખ
(૧૫) ગભરૂભાઈ ઉર્ફે મોગલ સગરામભાઈ સામ્બંડ રીવોલ્વર ૧.૦૦ લાખ
(૧૬) લીંમ્બાભાઈ ભોટાભાઈ સરૈયા રીવોલ્વર/બારબોર ૧.૫૦ લાખ
(૧૭) રમેશભાઈ કુંવરાભાઈ વરૂ