અમદાવાદ,બુધવાર,17 સપ્ટેમ્બર,2025
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હદ વિસ્તારમાં અંદાજે
૪૬,૬૦૦ ચોરસમીટર જમીન એન્ટરટેઈન્મેન્ટ હબ તરીકે ડેવલપ કરવા
દરખાસ્ત મંગાવાઈ હતી.બે વર્ષથી એન્ટટેઈન્મેન્ટ હબની કામગીરી ટલ્લે ચઢી રહી છે.ઈમેજિકા
વર્લ્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા.લિ. માટે થઈને નવુ ટેન્ડર કરવાના બદલે પાર્કિંગ, માર્જિન ઉપરાંત એન્ટ્રી
અને એકઝિટની મુળ શરતોમાં સુધારો કરી એજન્સીને લાભ ખટાવવા આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈન્મેન્ટ યુઝ ઝોન તરીકે નીમ કરેલી ૪૬,૬૦૦ ચોરસમીટર જગ્યા
ડેવલપ કરવા વર્ષ-૨૦૨૩માં રીકવેસ્ટ ફોર પ્રપોઝલ
મંગાવાઈ હતી. તે સમયે એક માત્ર સિંગલ બીડર તરીકે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા.લિ.
આવતા ફરીથી પ્રપોઝલ મંગાવાઈ હતી.બીજી વખત પણ આ જ એજન્સી સિંગલ બિડર તરીકે આવી હતી.
રાજકોટ ખાતે ટી.આર.પી.મોલની બનેલી ઘટના પછી રાજય
સરકારે ગેમિંગ ઝોન માટે નવા નિયમ રાજય
વ્યાપી અમલમા મુકતા નવા નિયમ મુજબ,
કુલ પ્લોટના ૫૦ ટકા મુજબ પાર્કિંગ પુરુ પાડવાનુ હતુ.નવા નિયમ મુજબ માર્જિન અને
પાર્કિંગ મુકીને મંજૂરી લેવાની થાય તો પ્રોજેકટ માટે જગ્યા રહેતી નહીં હોવાની
એજન્સી તરફથી રજૂઆત કરાઈ હતી.એજન્સીને ખૂટતા પાર્કિંગની વ્યવસ્થા કોર્પોરેશન
ગુર્જરી બજારની જગ્યા ખાતે કરી આપશે.નોંધપાત્ર બાબત એ છે કે, બે વર્ષ સુધી
દરખાસ્ત ટલ્લે ચઢાવાઈ.કોર્પોરેશનના અધિકારીઓએ ધાર્યુ હોત તો નવુ ટેન્ડર પણ કરી
શકયા હોત.