gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : સરકારી શાળાઓમાં હવે માત્ર સ્માર્ટ બોર્ડ જ નહીં, પણ શિક્ષકો પણ સ્માર્ટ બની રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવનારા આવા જ એક શિક્ષક છે અમરેલીની બવાડી પ્રાથમિક શાળાના વરૂણકુમાર દવે. તેમણે પોતાના નવતર પ્રયોગો થકી ધોરણ 6 થી 8ના બાળકો માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને એકદમ સરળ અને રસપ્રદ બનાવી દીધા છે.

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 2 - image

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો

વર્ષ 2025માં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર જીતનારા વરૂણકુમાર ટેક્નોલોજીના અવનવા પ્રયોગો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. તેમણે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR)નો ઉપયોગ કરીને વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ સમજાવવાનું શરૂ કર્યું છે. VR બોક્સના માધ્યમથી બાળકો માનવ શરીરના હૃદયની કામગીરી, શ્વસનતંત્ર અને કંકાલતંત્ર જેવા વિષયોને સરળતાથી સમજી અને શીખી રહ્યા છે.

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 3 - image

એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 

શિક્ષણ જગતમાં તેમના સૌથી નોંધપાત્ર પ્રયોગોમાં ‘વરૂણ મેથેમેટિક્સ પઝલ ગેમ્સ એપ’ અને ‘ડેટા એનાલિસીસ રોબોટ’નો સમાવેશ થાય છે. આ એપ અત્યાર સુધીમાં ગુજરાતના 10 હજારથી વધુ બાળકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપની મદદથી બાળકો વૈદિક ગણિત અને વિજ્ઞાનના 360 ડિગ્રીના વીડિયો જોઈને શિક્ષણ મેળવી રહ્યા છે, જેના કારણે ગણિત વિષય પણ સરળ બન્યો છે. આ ઉપરાંત, તેમણે બનાવેલો ‘ડેટા એનાલિસીસ રોબોટ’ વિજ્ઞાનના પ્રયોગો માટે એક અનોખું સાધન પૂરું પાડે છે. આ રોબોટના માધ્યમથી બાળકો હાર્ટબીટ, બ્લડ પ્રેશર અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જેવી બાબતોના લાઈવ પ્રયોગો કરી શકે છે. વર્ષ 2023માં આ રોબોટને ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટમાં ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 4 - image

વરૂણ દવે માત્ર ટેકનોલોજી પર જ આધારિત નથી, પરંતુ ગણિત-વિજ્ઞાન કીટ અને પોકેટ સાઈઝ ડિક્શનરી જેવા પ્રયોગોથી પણ છેવાડાના બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. વર્ષ 2015થી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપતા તેમણે દીક્ષા ડિજિટલ પોર્ટલ પર ઈ-કોર્સ નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે. નવી શિક્ષણ નીતિના વ્યવસાયિક શિક્ષણના ભાગરૂપે તેમનો લેખ પણ મે-જૂન, 2025ના ‘જીવન શિક્ષણ’ માસિકમાં પ્રકાશિત થયો છે.

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 5 - image

આ પણ વાંચો: પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ

આધુનિક ટેકનોલોજી અને નવતર અભિગમોના કારણે હવે સરકારી શાળાઓ પણ ડિજિટલ બની છે અને સ્માર્ટ શિક્ષકો શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિ લાવી રહ્યા છે. આવા પ્રયોગો થકી બાળકોનો વિષય પ્રત્યેનો રસ વધે છે અને શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 6 - imageઅમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા 7 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન | Narayan …

નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન | Narayan ...

પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે? …

પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે? ...

અમરેલી: સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા | amreli …

અમરેલી: સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા | amreli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ સ્ટેશનના વાહનોના મુદ્દામાલને ક્યુઆર કોડથી અપડેટ કરવાાં આવ્યો | ahmedabad police started QR Cod…

પોલીસ સ્ટેશનના વાહનોના મુદ્દામાલને ક્યુઆર કોડથી અપડેટ કરવાાં આવ્યો | ahmedabad police started QR Cod…

10 months ago
અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

7 months ago
અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

1 year ago
ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News