gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા | amreli …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા | amreli …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Farmer News: રાજ્ય સરકાર દ્વારા 2025-26 માટે ટેકાના ભાવે મગફળી, અડદ અને સોયાબીન સહિતના પાકોની ખરીદીની જાહેરાત બાદ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે સેટેલાઇટ સર્વેમાં પાક ન દેખાતો હોવાના મેસેજ આવતા ખેડૂતો, ખાસ કરીને અમરેલી જિલ્લાના ભમર ગામના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સરકારી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

રજીસ્ટ્રેશન માટે ધક્કા, હવે વાંધા અરજી માટે દોડધામ

થોડા દિવસો પહેલા જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કરી, ત્યારે ખેડૂતો ગ્રામ પંચાયતો પર લાઈનો લગાવીને ઉભા હતા. સર્વર ડાઉનની પારાવાર મુશ્કેલીઓ વેઠીને માંડ માંડ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી. આ માટે ખેડૂતોએ 7/12, 8ના ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડ અને તલાટી દ્વારા અપાયેલ વાવેતરના દાખલા જેવા તમામ દસ્તાવેજો જમા કરાવ્યા હતા.

પરંતુ હવે, સરકાર દ્વારા કરવામાં આવેલા સેટેલાઇટ ક્રોપ સર્વેમાં અનેક ખેડૂતોની જમીનમાં મગફળીનું વાવેતર ન દેખાઈ રહ્યું હોવાના મેસેજ તેમના મોબાઈલ પર આવી રહ્યા છે. મેસેજમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ‘સેટેલાઇટ સર્વેમાં આપની જમીનમાં મગફળીનું વાવેતર જણાયું નથી. જો આપે વાવેતર કર્યું હોય તો ત્રણ દિવસમાં ગ્રામ સેવક દ્વારા સર્વે કરાવી વાંધા અરજી રજૂ કરવી.’ આ મેસેજ મળતા જ ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. રજીસ્ટ્રેશન બાદ ફરી એકવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવતા જગતનો તાત લાચાર બન્યો છે.

ડિજિટલ સર્વેની ભૂલનો ભોગ ખેડૂતો કેમ બને?

ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે આ સંપૂર્ણપણે તંત્રની ભૂલ છે. ઘણા ખેડૂતોની ફરિયાદ છે કે સેટેલાઇટ સર્વેમાં તેમની જમીનનો સર્વે નંબર જ ખોટો બતાવવામાં આવી રહ્યો છે. ઓનલાઈન રેકોર્ડમાં રહેલી આ ગંભીર ભૂલોને કારણે જમીન પર વાવેતર હોવા છતાં સેટેલાઇટમાં તે દેખાઈ રહ્યું નથી. ખેડૂતો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ સેવકો નિયમિતપણે ગામમાં હાજર હોતા નથી, જેના કારણે વાંધા અરજીની પ્રક્રિયા વધુ જટિલ બની છે.

વધુમાં આ સમસ્યા માત્ર ટેકાના ભાવની ખરીદી પૂરતી મર્યાદિત નથી. ડિજિટલ રેકોર્ડમાં રહેલી ક્ષતિઓને કારણે પીએમ કિસાન યોજનાના હપ્તાઓ મેળવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

ખેડૂતોની માંગ છે કે સરકાર પોતાની ડિજિટલ સર્વેની ભૂલો સુધારે અને ખેડૂતોના વાસ્તવિક જમીન સર્વે નંબરોને ઓનલાઈન રેકોર્ડ પર સત્વરે અપડેટ કરે, જેથી તેમને આવી બિનજરૂરી હેરાનગતિમાંથી મુક્તિ મળે. સરકારની ડિજિટલ ભૂલનો ભોગ ખેડૂતો શા માટે બને, તેવો સવાલ અમરેલીના ખેડૂત પૂછી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ | Rain Forecast in Gu…

પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ | Rain Forecast in Gu...

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ | CDS Anil Chauhan India…

ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? CDS અનિલ ચૌહાણે સમજાવ્યું કારણ | CDS Anil Chauhan India...

BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May…

BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

4 months ago
ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…

1 month ago
વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway…

વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway…

10 months ago
INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News