Mamata Banerjee and Supreme Court news : મમતા બેનરજીની સરકારે આજે શિક્ષણ ભરતી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતાં સરકારી સ્કૂલોમાં 25000 શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો.
5 થી 15 લાખ રૂપિયા સુધી વસૂલી નોકરી આપી?
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે 2016ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી 5 થી 15 લાખ રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.
ચીફ જસ્ટિસની બેન્ચે સુનાવણીમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે 23 લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુનઃમૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.