– નવરાત્રીના પહેલા જ દિવસે ભારતનું શક્તિ-પ્રદર્શન
– પાટનગર રવાન પાસેનાં એટલાંટિક મહાસાગર ઉપરાંત રમણીય સ્થળે સ્થપાયેલ આ ફેક્ટરીનું સંચાલન તાતા- એડવાન્સ સીસ્ટીમ લિમિટેડ કરશે
નવી દિલ્હી : મહામના શેક્સપીયરના ‘ઑથેલો ધી મૂર’ના દેશ મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી છે.
ભારત હજી સુધી વિદેશોમાં તેમના શસ્ત્રાસ્ત્રો વેચતું રહ્યું છે, પરંતુ વિદેશમાં ડીફેન્સ ફેક્ટરી રચવાનું આ પહેલું સાહસ છે. આ ફેક્ટરી પાટનગર રવાનથી થોડે જ દૂર આવેલા એટલાંટિક મહાસાગરના તટે રહેલા અતિ રમણીય સ્થળ કાસાબ્લાન્કામાં બનાવાઈ છે.