– આજથી જીએસટીનું નવું ‘ટાઈમ ટેબલ’
– દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુઓ, દવાઓ, સ્વાસ્થ્ય અને જીવન વીમા સહિતની ૯૯ ટકા વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ અથવા પાંચ ટકા ટેક્સના દાયરામાં આવી
– નેક્સ્ટ જનરેશન જીએસટીથી મધ્યમ વર્ગને આ વર્ષે રૂ. ૨.૫ લાખ કરોડથી વધુની બચત થશે : પીએમ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં કરાયેલા સુધારા ભારતની વૃદ્ધિમાં નવા પ્રાણ ફૂંકશે તેમ જણાવતા નાગરિકોને દેશની સમૃદ્ધિ માટે ‘સ્વદેશી’ ઉત્પાદનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી.