gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસ…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Ahmedabad Plane Crash: સુપ્રીમ કોર્ટે આજે 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુનાવણી દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ના ક્રેશ માટે પાયલટને જવાબરદાર ઠેરવવાના આરોપને કમનસીબી ગણાવ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો હતો. જેમાં મીડિયાએ પાયલટને જવાબદાર ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે  આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ગુપ્તતા જાળવવા મહત્ત્વ આપ્યું હતું, તેમજ સ્વતંત્ર તપાસની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. હવે આ કેસમાં નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટ પોતે નજર રાખશે.

સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં. 

સુનાવણીના અંતે, કોર્ટે નિષ્ણાત સંસ્થા દ્વારા મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ, ઝડપી અને સ્વતંત્ર તપાસ માટેની મર્યાદિત અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.

અગાઉ સ્વતંત્ર તપાસની અરજી ફગાવી હતી

ઓગસ્ટમાં, જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેન્ચે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાની સલામતી તપાસ, જાળવણી પ્રક્રિયાઓ વગેરેની સ્વતંત્ર તપાસની માંગ કરતી PIL ફગાવી હતી. અરજી પાછી ખેંચી લેવામાં આવી હોવાથી અરજી ફગાવી દેવામાં આવી હતી, જો કે, અરજદારને યોગ્ય સમયે યોગ્ય રિટ અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.

બીજી તરફ બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ

એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતો, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે કાનૂની મુકદ્દમો દાખલ કર્યો છે. આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નથી કરાયો, પણ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એ માટેનો છે. પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી. પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં. પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું. આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.

FAAની સલાહ છતાં કંપનીઓ નિષ્ક્રિય રહી

2018માં અમેરિકાની FAA(ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ ઓપરેટરોને ઇંધણ સ્વીચના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. પરંતુ, આ સલાહને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. તેથી મૃતકોના પરિવારો આક્ષેપ કરે છે કે બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી ફેરફાર કર્યા નહીં. એવું કહેવામાં આવે છે કે કંપનીઓએ ન તો એરલાઇન્સને પુરતી ચેતવણી આપી હતી, ન તો વિકલ્પ રૂપે નવા પાર્ટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.

વ્યવસાયિક લાભે કોર્પોરેટ બેદરકારી સર્જી

કોર્ટ કેસ કરનાર પરિવારોનું કહેવું છે કે, બોઇંગ અને હનીવેલે વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપીને મુસાફરોની સલામતી સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સલામતીના મુદ્દે ગંભીર પગલાં ભરવાના બદલે તેમણે માત્ર એક આછીપાતળી સલાહ આપી દીધી હતી. તેમની આવી કોર્પોરેટ બેદરકારી હવે કાનૂની પડકાર રૂપે તેમના સામે ઊભી થઈ છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસીબી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent…

સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ | Permanent...

PM મોદીજી પહેલાં તમે એક્શન લો, પછી અમે… અરવિંદ કેજરીવાલે ‘સ્વદેશી ખરીદો’ અપીલની કરી ટીકા | ex delh…

PM મોદીજી પહેલાં તમે એક્શન લો, પછી અમે... અરવિંદ કેજરીવાલે 'સ્વદેશી ખરીદો' અપીલની કરી ટીકા | ex delh...

પોરબંદરમાં દરિયાકાંઠે ચોખા ભરેલું વહાણ ભડભડ કરતું સળગતાં અફરાતફરી, તંત્રમાં દોડધામ | Porbandar Port:…

પોરબંદરમાં દરિયાકાંઠે ચોખા ભરેલું વહાણ ભડભડ કરતું સળગતાં અફરાતફરી, તંત્રમાં દોડધામ | Porbandar Port:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

1 year ago
રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy…

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy…

1 year ago
રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

1 year ago
પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News