Ahmedabad Crime: અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપે(SOG) નિકોલ વિસ્તારમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મુખ્ય સપ્લાયર સહદેવની શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી
500 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
SOGને મળેલી બાતમીના આધારે SOGની ટીમે રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને આંતરીને તેમની પાસેથી 500 ગ્રામ હાઇ-પોટેન્સી (વધુ અસરકારક) હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે. બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ નેટવર્ક દ્વારા જપ્ત કરવામાં આવેલા ગાંજાની કુલ કિંમત આશરે 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આરોપીઓનું બેકગ્રાઉન્ડ
પોલીસે જણાવ્યું કે પ્રતીક કુમાવત સી.જી. રોડ પર એક ખાનગી માર્કેટિંગ ફર્મમાં કામ કરે છે, જ્યારે રવિ પટેલ સુરતની એક પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરે છે. રવિ નિકોલમાં રહેતી માતાની મુલાકાત લેવા અમદાવાદ આવ્યો હતો. રવિ ગાંજાનું નિયમિત સેવન કરનાર છે અને તેની નશો કરવાની આદતે જ તેને આ નેટવર્કમાં ધકેલ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સિરિયલ કિલર વિપુલની માતાએ કંટાળીને કહ્યું હતું કે જે કરવું હોય કરો, પીડિત વૈભવની માતાએ કહ્યું- ન્યાય થયો
મુખ્ય સપ્લાયરની કડી
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, તેમણે આ માલ સહદેવ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો, જેનો સંપર્ક તેમને થોડા અઠવાડિયા પહેલા રણુજા ખાતે થયો હતો. બંને આરોપીઓએ સહદેવ પાસેથી ગાંજો લીધાની કબૂલાત કરી છે. હાલ પોલીસ સહદેવને શોધવા અને માલના સપ્લાયના સ્ત્રોતને જાણવા માટે કડીઓ મેળવવા અંગે તપાસ કરી રહ્યા છે.