gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપી હવે બિમારુ રાજ્ય નથી, મહેસૂલી આવક રૂ. 37 હજાર કરોડે પહોંચી, ગુજરાત કરતા બમણી | UP No Longer BIM…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
યુપી હવે બિમારુ રાજ્ય નથી, મહેસૂલી આવક રૂ. 37 હજાર કરોડે પહોંચી, ગુજરાત કરતા બમણી | UP No Longer BIM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Tops CAG Report with ₹37,000 Cr Revenue Surplus | ભારતના રાજ્યોના નાણાકીય પરિપ્રેક્ષ્યની એક મિશ્રિત તસ્વીર ‘કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ’ (CAG)ના તાજેતરના અભ્યાસથી સામે આવી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દેશના 16 રાજ્યોએ તેમના બજેટમાં મહેસૂલ સરપ્લસ નોંધાવ્યો છે, જ્યારે કે 12 રાજ્યોએ મહેસૂલ ખાધનો સામનો કર્યો છે. મહેસૂલ ખાધ ધરાવતા રાજ્યો આ તફાવત દૂર કરવા માટે કેન્દ્ર સરકારના અનુદાન પર નિર્ભર છે.

સરપ્લસ રાજ્યોની સૂચીમાં ઉત્તર પ્રદેશ અગ્રેસર!

CAGના અહેવાલ અનુસાર, મહેસૂલ સરપ્લસની યાદીમાં ઉત્તર પ્રદેશ પહેલા સ્થાને છે. રાજ્યે રૂ. 37,000 કરોડની સરપ્લસ નોંધાવી છે, જે સામાન્ય રીતે આર્થિક રીતે મજબૂત ગણાતા ગુજરાતના સરપ્લસ કરતાં પણ લગભગ બમણી છે. આ સિદ્ધિ એક સમયે BIMARU તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશ માટે એક મહત્ત્વની ગણી શકાય. 

BIMARU એટલે શું?

1980 ના દાયકામાં વસ્તીશાસ્ત્રી આશિષ બોસે BIMARU ટૂંકાક્ષર બનાવ્યો હતો. આ ટૂંકાક્ષર ભારતના આર્થિક રીતે નબળા રાજ્યો [બિહાર (BI), મધ્ય પ્રદેશ (MA), રાજસ્થાન (R) અને ઉત્તર પ્રદેશ (U)]ના નામોને જોડીને બનાવવામાં આવ્યો હતો. આ શબ્દનો હેતુ આર્થિક રીતે પાછળ રહેલા રાજ્યોને ‘બીમાર’ તરીકે દર્શાવવાનો હતો. 

મહેસૂલ સરપ્લસ ધરાવતા અન્ય પ્રમુખ રાજ્યો કયા છે?

ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ મહેસૂલ સરપ્લસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત (રૂ. 19,865 કરોડ), ઓડિશા (રૂ. 19,456 કરોડ), ઝારખંડ (રૂ. 13,564 કરોડ), કર્ણાટક (રૂ. 13,496 કરોડ) અને છત્તીસગઢ (રૂ. 8,592 કરોડ)નો સમાવેશ થાય છે. તેલંગાણા (રૂ. 5,944 કરોડ), ઉત્તરાખંડ (રૂ. 5,310 કરોડ), મધ્ય પ્રદેશ (રૂ. 4,091 કરોડ રૂપિયા) અને ગોવા (રૂ. 2,399 કરોડ) જેવા રાજ્યોએ પણ નોંધપાત્ર સરપ્લસ જાહેર કરી છે. આ ઉપરાંત, પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ પણ સરપ્લસ રાજ્યોમાં સામેલ છે. મહેસૂલ સરપ્લસ ધરાવતા 16 રાજ્યોમાંથી ઓછામાં ઓછા 10 રાજ્યો ભાજપ શાસિત છે.

મહેસૂલ ખાધનો સામનો કરતા રાજ્યો કયા છે?

બીજી બાજુ, 12 રાજ્યોએ મહેસૂલ ખાધની પરિસ્થિતિનો સામનો કર્યો છે. આંધ્ર પ્રદેશ (રૂ. 43,488 કરોડ), તમિલનાડુ (રૂ. 36,215 કરોડ), રાજસ્થાન (રૂ. 31,491 કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ. 27,295 કરોડ) અને પંજાબ (રૂ. 26,045 કરોડ) મહેસૂલ ખાધ ધરાવે છે. હરિયાણા (રૂ. 17,212 કરોડ), આસામ (રૂ. 12,072 કરોડ), બિહાર (રૂ. 11,288 કરોડ), કેરળ (રૂ. 9,226 કરોડ), હિમાચલ પ્રદેશ (રૂ. 6,336 કરોડ), મહારાષ્ટ્ર (રૂ. 1,936 કરોડ) અને મેઘાલય (રૂ. 44 કરોડ) જેવા રાજ્યો પણ આ શ્રેણીમાં આવે છે.

કેન્દ્રીય અનુદાન પરની નિર્ભરતા

CAGના અહેવાલમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળ, કેરળ, હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો મહેસૂલ ખાધને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારના અનુદાન પર વિશેષ રીતે આધારિત છે. નાણાકીય વર્ષ 2022-23માં પશ્ચિમ બંગાળને તેની આવક-ખર્ચના અંતરને ઓછું કરવા માટે કુલ અનુદાનમાંથી 16% હિસ્સો મળ્યો હતો, જ્યારે કેરળને 15%, આંધ્ર પ્રદેશને 12%, હિમાચલ પ્રદેશને 11% અને પંજાબને 10% અનુદાન પ્રાપ્ત થયું હતું.

રાજ્યોની પોતાની આવક વધારવાના પ્રયત્નો

અભ્યાસમાં આંશિક રીતે સકારાત્મક એવો એક મુદ્દો એ પણ સામે આવ્યો છે કે, કેટલાક રાજ્યોએ પોતાની કર અને બિન-કર આવકના સ્ત્રોતોને વિસ્તારવામાં સફળતા મેળવી છે. હરિયાણા જેવા રાજ્યની કુલ મહેસૂલ આવકનો 80% થી વધુ હિસ્સો સ્થાનિક સ્ત્રોતોમાંથી આવે છે. તેલંગાણા(79%), મહારાષ્ટ્ર(73%), ગુજરાત(72%), કર્ણાટક(69%), તમિલનાડુ (69%) અને ગોવા (68%) જેવા રાજ્યો પણ પોતાની આવકમાં સ્થાનિક સ્રોતોના ઊંચા હિસ્સા ધરાવે છે. જ્યારે કે અરુણાચલ પ્રદેશ સહિતના પૂર્વોત્તર રાજ્યો અને બિહાર જેવા રાજ્યોમાં પોતાના કર આવકના સ્રોતોનો હિસ્સો તુલનાત્મક રીતે ઓછો છે.

કયા રાજ્યો આપકર્મી અને કયા બાપકર્મી?

CAGના અહેવાલ મુજબ, 2022-23ના વર્ષ દરમિયાન હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ – એમ છ રાજ્યોની કુલ આવક (મહેસૂલ)નો 60% થી વધુ હિસ્સો તેમણે પોતે જ કર (SOTR – State’s Own Tax Revenue) ઉઘરાવીને કમાયો હતો. આનો અર્થ એ છે કે આ રાજ્યો કેન્દ્ર સરકાર પાસેથી મળતા પૈસા પર ઓછા નિર્ભર છે અને પોતાના પગ પર વધુ ઊભા છે.

આનાથી ઊલટું, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા જેવા રાજ્યોની પોતાની કર આવક (SOTR) તેમની કુલ આવકના 20%થી પણ ઓછી હતી. એટલે કે, તેમણે જે પૈસા ખર્ચ કરવા હતા, તેમાંથી 80%થી વધુ પૈસા કેન્દ્ર સરકાર તરફથી મળેલા અનુદાનના હતા.

કેન્દ્રની મદદનો હિસ્સો કેટલો?

તમામ રાજ્યોની કુલ આવકને જોતાં, તેનો 27% હિસ્સો કેન્દ્ર સરકારે આપેલા કરમાંથી મળતા ભાગ અને અન્ય સહાયનો હતો. આમાંથી લગભગ 17% હિસ્સો તો ફક્ત નાણા પંચ (Finance Commission) દ્વારા કરેલા અનુદાનનો હતો. રાજ્યોને આ રીતે કુલ 1,72,849 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 86,201 કરોડ રૂપિયા તો ખાસ કરીને મહેસૂલ ખાધ (ખર્ચ કરતાં આવક ઓછી હોવા)વાળા રાજ્યોને મદદરૂપે આપવામાં આવ્યા હતા.

વિવિધ રાજ્યોની પોતાની કમાણીની તુલના

1. સ્વાવલંબી રાજ્યો: કર્ણાટક, તમિલનાડુ, ગોવા અને કેરળની પોતાની મહેસૂલ આવક તેમની કુલ આવકના 60%થી 70% વચ્ચે હતી.

2. મધ્યમ રાજ્યો: આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢની પોતાની મહેસૂલ આવક 50%થી 60% વચ્ચે હતી.

3. કેન્દ્ર પર વધુ નિર્ભર રાજ્યો: ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડની પોતાની મહેસૂલ આવક 40%થી 50% વચ્ચે સીમિત હતી.

4. સૌથી વધુ નિર્ભર રાજ્યો: તમામ આઠ પૂર્વોત્તર રાજ્યો તેમજ બિહાર અને હિમાચલ પ્રદેશની પોતાની મહેસૂલ આવકનો હિસ્સો 40%થી પણ ઓછો હતો, જે દર્શાવે છે કે તેઓ કેન્દ્રીય સહાય પર ખૂબ જ વધુ આધારિત છે.

અહેવાલનો નિષ્કર્ષ

CAGનો આ અભ્યાસ દર્શાવે છે કે ભારતના રાજ્યોનું નાણાકીય ચિત્ર વિવિધતાભર્યું છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ નાણાકીય વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, તો બીજી બાજુ અન્ય રાજ્યો મહેસૂલ ખાધ અને કેન્દ્રીય અનુદાન પરની નિર્ભરતાના પડકારોનો સામનો કરી રહ્યા છે. આર્થિક સ્વાવલંબન વધારવા માટે રાજ્યોએ પોતાની આવકના સ્ત્રોતોને મજબૂત કરવા રહ્યા. રાજ્યોના આવકના સ્ત્રોતોમાં મોટો હિસ્સો રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST), મૂલ્યવર્ધિત કર (VAT), અને GST માળખાની બહાર દારૂ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને વીજળી પરની એક્સાઇઝ ડ્યૂટીમાંથી આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…
INDIA

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …
INDIA

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

May 17, 2026
Next Post
ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra ...

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell ...

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ…

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ…

1 month ago
શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

4 months ago
દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’ | …

4 months ago
સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow…

સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News