![]()
વડોદરા કોંગ્રેસના મહામંત્રી દ્વારા વડોદરા ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી કે, વડોદરા રેલ્વેની હદમાં આવેલ નવાયાર્ડ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ તથા પાણીની ટાંકી સાથેનો બગીચો છે. આ વિસ્તારમાં રાત્રે લોકોની અવરજવર ઓછી હોવાથી કેટલાક અસામાજિક તત્વો નશીલા પદાર્થોનું સેવન કરતાં નજરે ચડે છે. તાજેતરમાં રેલવે યાર્ડમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ અંગેની ગંભીરતા ધ્યાને લઈ વહેલી તકે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવે. આ અંગે અગાઉ અનેક વખત જીઆરપીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.










