સપ્તાહના અંતમાં તાપમાન બે-ત્રણ ડિગ્રી વધી શકે
રાતનું તાપમાન એક ડિગ્રી વધ્યું, પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાકની રહી
ભાવનગર: ભાવનગરમાં રાતના તાપમાનમાં વધારો થયો હતો. જ્યારે દિવસે ગરમી ઓછી રહેતા તાપમાનનો પારો એક ડિગ્રી નીચે સરકી ગયો હતો.
શહેરમાં ગઈકાલે ગરમીનો પારો ૪૦ ડિગ્રી નજીક પહોંચી જતાં રાત્રિના સમયે પણ ગરમીની અસર રહી હતી. જેના કારણે લઘુતમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૫.૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન ગરમીમાં ઘટાડો થતાં મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૩૮.૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા રહ્યું હતું. તેમજ ૧૪ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
વધુમાં ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાશે. જેના કારણે ભાવનગરમાં સપ્તાહના અંતિમ પડાવમાં ગરમી વધશે તેવું હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.