gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in INDIA
0 0
0
‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejaswi Yadav On Bihar Corruption: બિહારના વિપક્ષ નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતિશ કુમાર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે એવો કોઈ વિભાગ બાકી નથી, જ્યાં કૌભાંડ ન હોય. મુખ્યમંત્રીએ આગળ આવીને આ મામલે જવાબ આપવો જોઈએ. 

ઉલ્લેખનીય છે, જન સૂરજના પ્રશાંત કિશોરે સરકારના મંત્રીઓ અશોક ચૌધરી, મંગલ પાંડે, સમ્રાટ ચૌધરી, ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ અને ભાજપના એક સાંસદ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે.

ભ્રષ્ટ અધિકારીઓથી ત્રસ્ત

વિપક્ષી નેતાએ કહ્યું કે બિહારમાં JDU-BJP કરતાં ભ્રષ્ટ અધિકારીઓથી વધુ ત્રસ્ત છીએ. ખાસ કરીને DK ગેંગની છત્રછાયા હેઠળ કામ કરતા લોકો ખાસ ચિંતિત છે. આ જ અધિકારીઓએ ગયા વખતે વિપક્ષને સત્તામાં આવતા અટકાવ્યો હતો. પરંતુ આ વખતે જનતા સતર્ક બની છે. મહાગઠબંધન સરકારની રચના સાથે, આવા ભ્રષ્ટ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાશે.

એન્જિનિયરના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી

તેજસ્વી યાદવે દાવો કર્યો કે, એન્જિનિયરના ઘરેથી કરોડોની મિલકત મળી રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દેશ અને દુનિયાભરમાં અધિકારીઓ અને મંત્રીઓ તેમના પુત્રો, પુત્રીઓ અને સંબંધીઓના નામે રોકાણ કરી રહ્યા છે. મારી પાસે તે તમામની યાદી છે, જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. વડાપ્રધાને જાહેર સભામાં 31 કૌભાંડોની યાદી આપી હતી. જો તેમની પાસે ED અને CBI છે, તો કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી? જ્યારે કોઈ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે, ત્યારે વિપક્ષ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચોઃ 957 કરોડનો ધૂમાડો છતાં ગુજરાતમાં હવા-પાણી પ્રદૂષિત, સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવા હાલ થશે

પ્રશાંત કિશોરે પણ મૂક્યો ભ્રષ્ટાચારનો આરોપ

અગાઉ, પ્રશાંત કિશોરે પણ આરોપ મૂક્યો હતો કે, JDU-BJP નેતાઓ અને સરકારી મંત્રીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે તેમના હોદ્દા અને પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો. PKના જણાવ્યા મુજબ, મંત્રી અશોક ચૌધરીએ 200 કરોડ રૂપિયાથી વધુની જમીન ખરીદવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. બધી જમીન અશોક ચૌધરીની પુત્રીની સગાઈ અને લગ્ન વચ્ચે ખરીદવામાં આવી હતી. અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી પર મૂક્યો આરોપ

પીકેએ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડે પર દિલીપ જયસ્વાલ પાસેથી પૈસા લઈ મેડિકલ કોલેજને માન્યતા આપવામાં મદદ કરવા અને દિલ્હીમાં પત્નીના નામે ફ્લેટ ખરીદવાનો આરોપ મૂક્યો હતો. મંગલ પાન્ડેએ દિલીપ જયસ્વાલ પાસેથી 25 લાખ રૂપિયા ઉધારપેટે લીધા હોવાની સ્પષ્ટતા આપી હતી. પરંતુ પીકેએ આ જવાબ પર સામો પ્રહાર કરતાં કહ્યું હતું કે, તમારી પત્નીના બેન્ક એકાઉન્ટમાં રૂ. 2.13 કરોડ હતાં. આ રકમ ક્યાંથી આવી તેનો હિસાબ આપો.

દિલીપ જયસ્વાલ પર માઇનોરિટી મેડિકલ કોલેજનો ગેરકાયદેસર રીતે કબજો લેવાનો અને રાજેશ સાહની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે રાજકારણીઓ અને અધિકારીઓના સંબંધીઓને કોલેજમાં પ્રવેશ આપ્યો અને તેમને ડોક્ટર બનાવ્યા. તેમણે રાજેશ શાહ હત્યા કેસને દબાવવા માટે તત્કાલીન પોલીસ અધિક્ષક અને તપાસ અધિકારી સાથે સાંઠગાંઠ કરી. હત્યા કેસમાં રાજેશની માતા અને બહેન વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

બિહારના નાયબ મુખ્યમંત્રીની ડિગ્રી ખોટીઃ પ્રશાંત કિશોર

પ્રશાંતે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પર વારંવાર પોતાનું નામ બદલવાનો અને સાતમું ધોરણ પાસ કરવા છતાં ખોટી રીતે ડિગ્રી મેળવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કામરાજ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવાનો દાવો કર્યો છે, જ્યારે વાસ્તવિકમાં તેઓ મેટ્રિક પણ પાસ નથી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ડી.લિટ. ડિગ્રી મેળવી હતી.

પીકેએ સાંસદ સંજય જયસ્વાલ વિશે કહ્યું હતું કે, તેમણે પેટ્રોલ પંપ માટે ફોર લેન રોડનું એલાઈનમેન્ટ બદલાવ્યું હતું. તેમણે જયસ્વાલના ભાઈના પંપમાંથી નકલી બિલ બનાવીને મહાનગરપાલિકાના નામે ઈંધણની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવ્યો. પીકેએ કહ્યું કે મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાના સફાઈ વાહનોના બિલના નામે પેટ્રોલ પંપને 5 કરોડ 86 લાખ રૂપિયા ચૂકવ્યા. સ્થાયી સમિતિની પાંચ બેઠકોમાં જાણવા મળ્યું કે આમાંથી મોટાભાગની ચૂકવણી નકલી હતી અને તે વધારે પડતી હતી. 15 ઓગસ્ટથી તેમના ભાઈના પંપમાંથી ઈંધણ ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

'બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે...', બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
Next Post
દેશમાં સૌ પ્રથમવાર પાલીતાણાનાં હણોલ ખાતે પાંચ દિવસીય સુપોષણ જ્યોત પદયાત્રાનું યોજાયેલ સમાપન

દેશમાં સૌ પ્રથમવાર પાલીતાણાનાં હણોલ ખાતે પાંચ દિવસીય સુપોષણ જ્યોત પદયાત્રાનું યોજાયેલ સમાપન

લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં CCTV અને મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો | CCTV and mobile ph…

લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં CCTV અને મોબાઈલ ફોનનો મહત્ત્વનો ફાળો | CCTV and mobile ph...

વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ | Navratri 2025 Many Garba c…

વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ | Navratri 2025 Many Garba c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack…

જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack…

8 months ago
લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

10 months ago
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

3 months ago
ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News