વડોદરા,તાંદલજામાં ઘરની બહાર પાર્ક કરેલી બાઇકને ટક્કર મારવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી થતા ત્રણને ઇજા પહોંચી હતી. જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તાંદલજા એકતા નગરમાં રહેતા મહંમદનફીસખાન રહેમાનખાન પઠાણ સુથારી કામ કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું મારા ઘરે હતો. ઘરની બહાર પાર્ક કરેલી અમારી બાઇક સાથે કોઇએ અકસ્માત કરતા મારી પત્નીએ બહાર આવી પૂછપરછ કરતી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતા અમજદખાન નાસીરખાન પઠાણ આવીને કહેવા લાગ્યો હતો કે, બીજાને નડતરરૃપ બાઇક પાર્ક કરશો તો કોઇપણ બાઇક નીચે પાડી દેશે. અમજદખાનને અમે ગાળો બોલવાની ના પાડતા તેણે મારા દીકરાને માર માર્યો હતો. તેનો ભાઇ અસલમ તથા ઇરફાન મોમીનભાઇ પણ દોડી આવ્યા હતા. તેેઓએ મને તથા મારી પત્નીને માર માર્યો હતો.દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા અમને બચાવ્યા હતા. હુમલાખોરોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.