– હાઇવે પર ટ્રાફિકજામ થતાં પોલીસ દોડી આવી
– ટ્રકમાં ખામી સર્જાતા પાછળથી આવેલા આઇશરે ટક્કર મારી, મૃતદેહને પીએમ માટે ખસેડાઈ
કપડવંજ : કપડવંજ- ડાકોર રોડ પર આઇશર ટ્રકમાં ખામી સર્જાતા પાછળથી આવેલી આઇશર અથડાતા એક વ્યકિતનું મોત થયું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ- ડાકોર રોડ પર આઇશરના ડ્રાઇવર સાઇડની એક્સલમાં ખામી સર્જાઇ હતી અને ટાયર છૂટું પડી ગયેલી હાલતમાં ઉભી હતી. તે દરમિયાન પાછળથી અન્ય આઇશર ધડાકાભેર અથડાતા બાબુભાઇ શંકરભાઇ ભોઇ( રહે. ઉમરેઠ)નું મોત થયું હતું. આ અકસ્માતમાં ચાલકનું કેબીનમાં મોત થયું હતું. હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને ક્રેઇનની મદદથી ટ્રકને સાઇડમાં લઇને મૃતેદહને બહારા કાઢીને પીએમ માટે મોકલ્યો હતો. આ મામલે કપડવંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.