– યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડાયો
– યુવાન બાઈક લઈને પોતાના ગામ નિવેદ કરવા જતો હતો ત્યારે બનાવ બન્યો
ભાવનગર : અધેળાઈ પાસે યુવાન મિત્રને મળવા માટે ગયા ત્યારે મિત્ર સાથે એક શખ્સ ઝઘડો કરતો હોય યુવાન મિત્રને બચાવવા વચ્ચે પડયો ત્યારે શખ્સે છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી.
કુંભારવાડા અક્ષરપાર્ક ખારીયા હનુમાન મંદિર પાસે મફતનગર ખાતે રહેતા પંકજભાઈ ધનાભાઇ મકવાણા આજે સવારે બાઇક લઈને ગાગાવાડા ગામે નિવેદ કરવા માટે જતા હતા.તે દરમિયાન અધેળાઈ પાસે મિત્ર ઉમેશભાઈ નોંધાઇ સોલંકીને મળવા ગયા ત્યારે મેહુલ ગોવિંદભાઈ ભાથી ( રહે.બાવળિયારી ) નામનો શખ્સ મિત્ર ઉમેશભાઈ સાથે ઝઘડો કરતો હતો.દરમિયાનમાં પંકજભાઈ ઝઘડામાં વચ્ચે પડતા મેહુલે ઉશ્કેરાઈ પંકજભાઈ પર છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડતા ઇજાગ્રસ્ત પંકજભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પંકજભાઈ એ મેહુલ વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.