– 10થી પણ ઓછા લોકોની ટીમે ચિપ બનાવી
– સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિક પર આધારિત ભારતની પ્રથમ એઆઇ ચિપનું તેલંગાણામાં નિર્માણ કરાયું
હૈદરાબાદ: હૈદરાબાદમાં આયોજિત ટી ચિપ સેમિકોન કોન્સ્ટિટયુશનલ સમિટમાં ભારતની પ્રથમ એઆઇ ચિપ જોવા મળી હતી. આ ચિપ સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિકથી બનાવવામાં આવી છે. આ સિદ્ધિને એટલા માટે મોટી ગણવામાં આવી રહી છે કારણકે તે ભારતના સેમિકન્ડકટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ ચિપ તેલંગણામાં તૈયાર કરવામાં આવી છે.