Vadodara Corporation : આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ/પેન્શનરઓને માહે ઓકટોબરનો પગાર તથા પેન્શન વહેલાં ચુકવણી કરવા પાલિકાના તમામ ખાતાએ જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જે અંગે એકાઉન્ટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે, બેન્ક દ્વારા પગાર મેળવતાં તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈ.ટી. શાખામાં ડેટા એન્ટ્રી માટેના પેરોલના ડેટા ફોર્મસ તા.04.10.2025 સુધીમાં મોકલી આપવાના રહેશે, પગાર પત્રકો આઇ.ટી. શાખાએથી તા.08.10.2025ના રોજ મેળવી, ઓડીટ શાખામાં તા.10.10.2025 સુધીમાં રજુ કરવાના રહેશે. ત્યારબાદ પત્રકો ઓડીટ કરાવી તા.14.10.2025 સુધી હિસાબી શાખાએ ચુકવણા અર્થે મોકલી આપવાના રહેશે.
રોજીંદારી-ખંડ સમયના કર્મચારીઓની અને 11 માસના કરાર આધારીત કર્મચારીઓની તા.21 સપ્ટેમ્બરથી 8 ઓકટોબરની હાજરીની માહિતી તા.9.10.2025ના રોજ બપોર સુધીમાં આઇ.ટી. શાખાને મોકલી આપવાની રહેશે. જેના તૈયાર થયેલા પત્રકો તા.10.10.2025ના રોજ બપોર બાદ મેળવી ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.14.10.2025 સુધી રજુ કરવાના રહેશે.
ખાતા દ્વારા જે કરાર આધારીત કે અન્ય કર્મચારીઓના પગાર મેન્યુઅલી પત્રક (P ફોર્મ) ભરી ચુકવવામાં આવે છે તેવા કર્મચારીઓની તા.1થી 10 ઓકટોબરની હાજરીની માહિતી મેન્યુઅલી પત્રક બનાવી હિસાબી શાખામાં 11.10.2025 સુધી રજુ કરી ઓડીટ શાખામાં ઓડીટ કરાવી હિસાબી શાખાએ ચુકવણાં અર્થે તા.14.10.2025 સુધી રજુ કરવાના રહેશે. પેન્શનના માહે ઓકટોબર 2025ના પત્રક તા.09.10.2025ના રોજ આઇ.ટી. શાખાએથી મેળવી ઓડીટ કરાવી તા.14.10.2025 સુધી ચુકવણાં અર્થે હિસાબી શાખાએ રજુ કરવાના રહેશે.