gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો | Varachha MLA Kishor Kumar Kanani allegation on Sarthana police writes letter to Chief Minister
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat MLA llegation on Sarthana police : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે. સુરતના ધારાસભ્ય પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે.  તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે. 

સુરતના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનર લેટર લખી જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે  11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગર હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ બીજવાભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર રેડ કરીહતી. 

આ રેડમાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી રૂ. 8,00,000 લઈ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIRમાં ન દર્શાવવા માંગ્યા હતા. ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત રૂ. 3,31,200નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા મળે નહિ. અને લીધેલા રૂ. 8,00,000ની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરવાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5.00 વાગ્યાના સુમારે જતો રહ્યો હતો. 

આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIR માં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું.? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ રેડમાં પોલીસકર્મી દ્વારા કરેલા ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે. અને આ બાબતે ઈ-ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સુચનાથી આ રેડ પાડી હતી. આ અંગે ફરિયાદ કરવા 12 જાન્યુઆરી 2025એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના 200 જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી હતી. 

ત્યારબાદ 13 જાન્યુઆરી 2025 ના રોજ સરથાણા પી.આઈ. એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. 

હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લલિત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનુ પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડીમાં નુ મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે. તેના 11 જાન્યુઆરી 2025ના બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે. જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે. 

આથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે.?

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
જામનગરની હોટલમાં નાના બાળકને ગેરકાયદે બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી , હોટલ સંચાલક સામે ગુનો દાખલ | a case registered against hotel manager for illegal child labor in a hotel in Jamnagar

જામનગરની હોટલમાં નાના બાળકને ગેરકાયદે બાળ મજૂરી કરાવાતાં તંત્રની કાર્યવાહી , હોટલ સંચાલક સામે ગુનો દાખલ | a case registered against hotel manager for illegal child labor in a hotel in Jamnagar

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક 17,000 ગુણી જીરુંની આવક, વાહનોના લાગ્યા થપ્પા | Historic cumin revenue at Hapa Market Yard in Jamnagar

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક 17,000 ગુણી જીરુંની આવક, વાહનોના લાગ્યા થપ્પા | Historic cumin revenue at Hapa Market Yard in Jamnagar

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ | Vadodara trader who o…

1 year ago
મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

1 year ago
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

4 months ago
‘હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું’, રાહુલ ગાંધીના …

‘હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું’, રાહુલ ગાંધીના …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News