![]()
વડોદરા શહે૨ની ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શ્રેષ્ઠ વિજેતા ખેલાડીઓને આધારે રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાને પસંદગી કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સ્પોર્ટ્સ ટીમને ટ્રોફી એનાયત ક૨વામાં આવી હતી. ભા૨ત સ૨કા૨ની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા અંતર્ગત ગુજરાતમાં દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન ક૨વામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં આ વખતે 72 લાખથી વધુ ખેલાડીઓના રજીસ્ટ્રેશન થયા છે જેમાં 43 લાખ પુરુષો અને 28 લાખ મહિલા રમતવીરો ભાગ લેશે.
ખેલ મહાકુંભના ઉદ્ધાટન પ્રસંગે રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમ પ્રાપ્ત ક૨ના૨ વિજેતા ખેલાડીઓને આધારે રાજ્યની મહાનગ૨પાલિકાઓ પૈકી વડોદરા (શહેર)ને સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી પામતા વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી.આ વર્ષે પણ વડોદરા શહે૨ના વધુમાં વધુ નાગરિકો ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવી ભાગ લે એવો અનુરોધ ક૨વામાં આવ્યો છે.










