![]()
દહેગામ,
ચિલોડા હાઇવે પર અકસ્માત
મૃતક ચિલોડાનો રહેવાસી ઃ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયેલી ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો
ગાંધીનગર : ગાંધીનગર નજીક દહેગામ,
ચિલોડા હાઇ વે પર રાત વેળાએ સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇકો કારના ચાલક એવા
ચિલોડા ગામના રહેવાસી યુવાનું કરૃણ મૃત્યુ થયુ હતું. ડભોડા ત્રણ રસ્તા પાસે
સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇકો કાર રસ્તે જતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ધડાકાભેર
અથડાઇ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી,
કે ઇકો કારનો બુકડો વળી ગયો હતો. પોલીસે આ બનાવ સંબંધે ધોરણસરની કાર્યવાહી કરી
હતી.
અકસ્માતના આ બનાવમાં મોટા ચિલોડા રહેતા ઇકો કારના ચાલક
મેહુલ કીરીટભાઇ જયસ્વાલ નામના યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યુ થયુ હતું. આ
બનાવ સંબંધે ટ્રેક્ટર ટ્રોલીના ચાલક વડોદરા ગામે ઇન્દિરાનગરમાં રહેતા રવિભાઇ
વિષ્ણુભાઇ દંતાણીએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે તે ટ્રેક્ટર ટ્રોલી લઇને લેકાવાડા ગયો હતો. બાદમાં રાત વેળાએ પાલજ
ઓવરબ્રિજ થઇને ડભોડા ત્રણ રસતા પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન મૃતકની ઇકો કાર
ધસમસતી આવીને ટ્રોલી સાથે અથડાઇ પડી હતી. ટક્કર એટલી મોટી હતી કે ઇકો કારનો બુકડો
વળી જવા સાથે ટ્રોલીની દિશા જ ફરી ગઇ હતી. આ બનાવમાં ઇકોના ચાલક મેહુલનું સ્થળ પર
જ મૃત્યુ થયુ હતું. અકસ્માત થવાનો ધડાકો સાંભળીને આસપાસમાંથી લોકો દોડી આવ્યા
હતાં. પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં ડભોડા પોલીસે સ્થળ પર પહોંચીને ધોરણસરની
કાર્યવાહી કરી હતી.










